Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
ગિરનાર અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ થયો છે. સમાધિ યાત્રા સમયે જ ગાદી માટે વિવાદ શરૂ થયો હતો.
જૂનાગઢ: ગિરનાર અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ થયો છે. સમાધિ યાત્રા સમયે જ ગાદી માટે વિવાદ શરૂ થયો હતો. ભવનાથના મહંતનું જૂથ અને દત્તાત્રેય મંદિરના મહંત મહેશગીરી વચ્ચે વિવાદ સામે આવ્યો છે. મહેશગીરી બાપુએ મંદિરના હક માટેના સહી સિક્કા કરાવ્યાનો આરોપ લાગ્યો છે.
તનસુખગીરીના શિષ્ય કિશોર અને યોગેશે મહેશગીરી સામે હોસ્પિટલમાં સહી સિક્કા કરાવ્યા હોવાનો પણ આરોપ લાગ્યો છે. તનસુખ ગીરી પાસેથી હોસ્પિટલમાં જ મહેશગીરીએ સહી સિક્કા કરાવી લીધા હોવાનો આરોપ તેમના શિષ્યો લગાવી રહ્યા છે.
કિશોરભાઈના આરોપો બાદ મહેશગીરી બાપુએ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, મને તનસુખગીરી બાપુએ ધ્યાન રાખવા કહ્યું હતુ. સહી, સિક્કા ડોક્ટર અને વકીલની સાક્ષીમાં કરાવ્યા છે.
મહેશગીરી બાપુએ વધુમાં કહ્યું કે, મારો એક જ ધ્યેય ગિરનાર અને ભવનાથને બચાવાનો છે. બધા રેકોર્ડ ટૂંક સમયમાં મીડિયા સમક્ષ રજૂ કરીશ.
જૂનાગઢ અંબાજી મંદિરના મહંત તનસુખગિરી બાપુને સમાધી આપવામાં આવી છે. સનાતની પરંપરા મુજબ સમાધી અપાઈ છે. તેમના નિવાસ ભીડ ભંજન મંદિર ખાતે સમાધી આપવામાં આવી હતી. ઇન્દ્ર ભારતી બાપુ, હરિ ગિરી બાપુ સહિતના સાધુ સંતો હાજર રહ્યા હતા. સમાધી આપતા સમયે ભાવિકો પણ હાજર રહ્યા હતા.