ખેડા: મહાદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અવસરે ડીજે વગાડવાના મુદ્દે થઇ બબાલ, જાણો શું છે મામલો
ખેડાના મહેમદાવાદના કેશરા ગામમાં DJ વગાડવાને મામલે બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઇ ગઇ. જાણીએ શું છે સમગ્ર મામલો
ખેડા:મહેમદાબાદના કેશરા ગામમાં મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે બે જૂથ વચ્ચે ડીજે વગાડવાના મામલે બોલાચાલી બાદ મારામારી થઇ હતી. બંને જૂથ વચ્ચે બબાલ થતાં વાતાવરણ ગરમાયું હતું. અવસર હતો,કેશરા ગામમાં ઘોરેસ્વર મહાદેવના મંદિરની પ્રતિષ્ઠાનો, આ અવસરે અહી ગામમાં DJ સાથે શોભા યાત્રા કાઢવામાં આવી હતી. આ સમયે ગામમાંથી યાત્રા નીકળતી વખતે મસ્જિદ પાસે ડીજે ન વગાડવા માટે કહેવામાં આવ્યું હતું. આ મુદ્દે બંને જુથ વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઇ ગઇ, સ્થાનિકોએ ઘટનાની જાણ પોલીસને કરતા, પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, મહાદેવ મંદિરની 5 ડિસેમ્બરે પ્રાણ પ્રતિષ્ઠા હતી બાદ આજે અવસરના નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી. જેને લઇને મસ્જિદ પાસે ડીજે ન વગાડવાનું કહેતા સમગ્ર મામલે સંઘર્ષ થયો હતો. જો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો.