શોધખોળ કરો

Mahisagar: મહીસાગરની વધુ એક શાળામાં બળાત્કારના આરોપી આસારામની પૂજા કરવામાં આવતા વિવાદ

મહીસાગર: જિલ્લાની વધુ એક પ્રાથમિક શાળામાં આસારામની પૂજાના ફોટો સામે આવતા વિવાદ સર્જાયો છે. પ્રાથમિક માહિતી મુજબ કડાણા તાલુકાની શાળામાં આસારામની પૂજા કરવામાં આવી હોવાની વિગત સામે આવી છે.

મહીસાગર: જિલ્લાની વધુ એક પ્રાથમિક શાળામાં આસારામની પૂજાના ફોટો સામે આવતા વિવાદ સર્જાયો છે. પ્રાથમિક માહિતી મુજબ કડાણા તાલુકાની શાળામાં આસારામની પૂજા કરવામાં આવી હોવાની વિગત સામે આવી છે. કડાણા તાલુકાની શાળામાં પણ માતૃ-પિતૃ પૂજન દિવસના નામે આસારામની પૂજા કરવામાં આવી હતી. બે ત્રણ દિવસ પહેલાની ઘટના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. રીતસર મંડપ બાંધી આસારામના મોટો બેનર લગાવી ફોટા મૂકી પૂજા કરવામાં આવી હતી.

આસારામના ભકતો દ્વારા અન્ય પ્રાથમિક શાળામાં આસારામની પૂજા કરવામાં આવી હોવાની શક્યતા છે. જિલ્લાની એક બાદ એક શાળાઓ વિવાદમાં આવી રહી છે.  બળાત્કારના આરોપીની પૂજા સરકારી શાળામાં બાળકો પર તેની કેવી અસર પડશે તેને લઈને પણ અનેક ચર્ચાઓ ઉઠી છે. વહીવટી તંત્ર નિષ્પક્ષ તપાસ કરે તો અન્ય શાળાઓમાં પણ આવી વિગત બહાર આવી શકે છે. જો કે જવાબદાર અધિકારીઓ હાલ ફોન નથી ઉઠાવી રહ્યા. જો યોગ્ય તપાસ થશે તો અનેક ખુલાસા થશે. 

ગોંડલમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો લીધો જીવ

રખડતા ઢોર મામલે સરકારના તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. હજુ પણ વારંવાર રખડતા ઢોરને કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. હવે આવી જ ઘટના સામે આવી છે ગોંડલમાં. ગોંડલમાં રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો છે. સંજય ભાઈ રાવલ નામના આધેડનું મૃત્યુ થયું છે. ગઇ કાલે રાતે સંજય ભાઈ  ને લઈને જતા હતા ત્યારે અચાનક આખલો સામે આવી જતા અકસ્માત સર્જાયો હતો. ગોંડલના ઘોઘાવદર ચોકમાં આ અકસ્માતનો બનાવ બન્યો હતો. આ અકસ્માતમાં સંજયભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદ તેમનું મોત નિપજ્યું.

ફેબ્રુઆરીમાં ભૂજમાં ગરમીએ તોડ્યો 50 વર્ષનો રેકોર્ડ

Gujarat Weather:  હવામાન વિભાગે રાજ્યમાં કાળઝાળ ગરમી આગાહી કરી છે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા હોવાથી આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે. મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 38 થી 40 ડિગ્રી આસપાસ રહેશે. ભુજમાં મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી પર પહોંચ્યું છે. જેની સાથે ભૂજમાં છેલ્લા 50 વર્ષના ફેબ્રુઆરી મહિનામાં મહત્તમ તાપમાન રેકોર્ડ તૂટ્યો છે.

હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. બે દિવસ બાદ બપોરે ગરમીનો પારો ઉચકાય તેવી શક્યતા છે. અને આ સાથે હવે ગુજરાતમાં ગરમી વધે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હજુ માર્ચ સુધી બેવડી ઋતુનો અનુભવ કરવો પડશે. એટલે કે વહેલી સવારે અને રાત્રે ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થશે. અને દિવસ દરમ્યાન ચામડી દઝાડે તેવી ગરમી સહન કરવી પડશે. હજુ માર્ચ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ માર્ચ સુધી બેવડી ઋતુનો અનુભવ કરવો પડશે. જો કે આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. અને માર્ચની શરૂઆતથી આકરા ઉનાળાનો થશે પ્રારંભ થઈ જશે. આ ઉપરાંત હજુ થોડા સમય માટે બેવડી ઋતુનો માર સહન કરવો પડશે. પરંતુ આ સાથે રોગચાળાનો ભય પણ વધી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Demolition : વડોદરામાં દબાણ હટાવતી વખતે બબાલ, દબાણ શાખાના કર્મચારી પર હુમલોValsad Rape and Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યાના કેસમાં સૌથી મોટો ખુલાસોShare Market News : ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 1700 પોઇન્ટનો ઉછાળોKarjan Farmers :  ડિજિટલ કાર્ડ માટે આધાર કાર્ડ રજિસ્ટ્રશન કરાવવામાં સર્વર વિલન, ખેડૂતોએ શું કરી માંગ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
પીએમ આવાસ યોજનાની યાદીમાં નામ નથી આવતું? કેવી રીતે અરજી કરવી તે જાણો
પીએમ આવાસ યોજનાની યાદીમાં નામ નથી આવતું? કેવી રીતે અરજી કરવી તે જાણો
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
Embed widget