શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ગુજરાતમાં ક્યાં ક્યાં સ્થળે છે લોકડાઉન જેવી જ સ્થિતી, જાણો ક્યા શહેરમાં શું શું અને ક્યાં સુધી કરાયું બંધ?

ગુજરાતમાં કોરોનાની ભયાનક સ્થિતિ જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે જેને લઈને દુકાનદારો સ્વૈચ્છિક પોતાનો દુકાનો બંધ રાખવાનો નિર્ણય લઈ રહ્યાં છે.

ગુજરાતમાં કોરોનાની ભયાનક સ્થિતિ જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે જેને લઈને દુકાનદારો સ્વૈચ્છિક પોતાનો દુકાનો બંધ રાખવાનો નિર્ણય લઈ રહ્યાં છે. ગુજરાતમાં ઘણી જગ્યાએ દુકાનદારો પોતાના અલગ-અલગ નિયમો બનાવીને તેનું પાલન કરી રહ્યાં છે. ગુજરાતના ઘણાં શહેરોમાં સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતના ઘણાં APMC માર્કેટ યાર્ડે પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેમાં અમદાવાદનું સૌથી મોટું જમાલપુર APMC માર્કેટ આગામી 31 જુલાઈ સુધી બંધ રહેશે. તો આવો ગુજરાતમાં ક્યાં ક્યાં સ્થળે છે લોકડાઉન જેવી જ સ્થિતી તેની પર એક નજર કરીએ..... - મોરબી જીલ્લા કલેક્ટર જે.બી.પટેલે પાન-ગુટખા અને તમાકુના દુકાનદારે પાન-તમાકુનું વેચાણ માત્ર પાર્સલથી જ કરવાનું રહેશે. તેમજ દુકાન પર બે વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટ અંતર જાળવવાનું રહેશે. એક સાથે 4થી વધુ વ્યક્તિઓ એક જ સમયે દુકાન પર હાજર રહી શકશે નહીં તથા દુકાનદારે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા એક વ્યક્તિને વ્યવસ્થા માટે રાખવાના રહેશે. આ ઉપરાંત ચા-નાસ્તાની લારીઓ બંધ કરવા કલેક્ચરે આદેશ આપ્યો છે. ચા-કોફી અને નાસ્તાની લારી બંધ રાખવાની રહેશે. આ જાહેરનામું તારીખ 31મી જુલાઈ સુધી અમલી રહેશે. - જામ જોધપુરમાં નગરાપાલિકા, ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી ઓસોસિએશનની બેઠકમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે ગુરૂવારે બેઠક યોજવામાં આવી હતી જેમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. 17 જુલાઈથી એટલે આજથી આગામી 26 જુલાઈ સુધી સવારે 7થી બપોરે 2 વાગે સુધી જ દુકાનો ખુલ્લી રહેશે ત્યાર બાદ તમામ દુકાનો બંધ રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. - મોરબી જીલ્લાના ટંકારાના વેપારીઓ દ્વારા વેપાર-ધંધા સવારના 7થી બપોરના 2 વાગ્યા સુધી જ ચાલુ રાખવાનું નક્કી કરાયું. ત્યારબાદ 2 વાગ્યા બાદ વેપાર-ધંધા સ્વયંમ ભૂ બંધ પાડે છે. - કોરોનાને ફેલાતો અટકાવવા માટે અમદાવાદનું સૌથી મોટું જમાલપુર APMC માર્કેટ આગામી 31 જુલાઈ સુધી બંધ રહેશે. - સુરત હીરા બજાર 19 જુલાઈ સુધી સ્વૈચ્છિક બંધ રહેશે. હીરા બજારમાં કોરોના સંક્રમણ વધતું હોવાથી 19 જુલાઈ સુધી મીની બજાર, માનગઢ ચોક સહિતની તમામ સેઈફ બજારો બંધ રાખવાનો નક્કી કરેલ છે. ફરીથી 20 જુલાઈ બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જ સેઈફ બજારોનું કામકાજ પુનઃકાર્યરત થશે. - હિંમતનગર એપીએમસી માર્કેટ આગામી 14 દિવસ સુધી બંધ રહેશે. આગામી 18 જુલાઈથી 31 જુલાઈ સુધી ખેત પેદોશોનું ખરીદ-વેચાણનું કામકાજ બંધ રહેશે. આ ઉપરાંત હિંમતનગરમાં આગામી 24 તારીખ સુધી સવારે 7 વાગથી બપોરે 2 વાગ્યુ સુધી દુકાનો ખુલ્લી રહેશે. બપોર બાદ તમામ દુકાનો બંધ રહેશે. - ભાવનગર જિલ્લાનું તળાજા માર્કેટીંગ યાર્ડ 26 જુલાઈ સુધી બંધ રહેશે. ભાવનગર જિલ્લામાં વધતા કોરોનાના કેસને લઈને તળાજા માર્કેટીંગ યાર્ડે મહત્વનો નિર્ણય કર્યો હતો. તળાજા માર્કેટીંગ યાર્ડમાં તમામ જણસની હરાજી 26 તારીખ સુધી બંધ રહેશે. - ભાવનગર જિલ્લાનું મહુવા માર્કેટીંગ યાર્ડ આવતી 26 તારીખ સુધી બંધ રહેશે. - સુરત ટેકસટાઈલ માર્કેટ બાદ અન્ય ટેક્સટાઇલ માર્કેટોએ મહત્વનો નિર્ણય લીધો. ન્યુ ટેક્સટાઈલ માર્કેટ, સાંઈ આશારામ માર્કેટ, અશોકા ટાવર માર્કેટ, હરિઓમ માર્કેટ, હીરા પન્ના માર્કેટ, જગદમ્બા માર્કેટએ આગામી 19મી જુલાઈ સુધી બંધ રહેશે. આ તમામ વેપારીઓ સ્વૈચ્છિક માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો. - કાપડ માર્કેટમાં વેપારીઓનું સ્વૈચ્છીક લૉકડાઉન. નાકોડા હરિઓમ માર્કેટની 1037 દુકાનો બંધ. સાંવરિયા માર્કેટની 1490 કાપડ દુકાનો બંધ. 20 ટકા કાપડ વેપારીઓનું 30 જુલાઈ સુધી બંધ. - ભરૂચના વાગરા તાલુકામાં 18થી 25 જુલાઈ તમામ બજાર બંધ રહેશે. દૂધ અને દવાની દુકાનો માત્ર સવારે 8થી 12 સુધી ખુલ્લી રહેશે. કોરોનાની ચેઇન બ્રેક કરવા વેપારીઓનો સ્વૈચ્છિક નિર્ણય લીધો. - રાજકોટ જિલ્લાના ગોંડલનું સુપ્રસિદ્ધ અક્ષર મંદિરના દ્વાર આજથી બંધ. દર્શનાર્થીઓ માટે અનિશ્ચિત સમય સુધી દર્શન બંધ રહેશે. ભક્તો માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરાઈ. - બારડોલીનું પ્રસિદ્ધ કેદારેશ્વર મંદિર આજથી અનિશ્ચિત મુદ્દત સુધી બંધ કરાયું. સુરત ગ્રામ્યમાં અને ખાસ કરીને બારડોલીમાં વકરી રહેલા કોરોના સંક્રમણ ને લઈ ટ્રસ્ટીઓ દ્વારા લેવાયો નિર્ણય - ગઢડા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આજથી હરિભક્તો માટે બંધ. 17 જુલાઈથી અચોક્કસ મુદત સુધી મંદિર બંધ રહેશે. - ભુજ સ્વામિનારાયણ મંદિર 17 જુલાઈથી જ્યાં સુધી પુનઃ જણાવવામાં ન આવે ત્યાં સુધી મંદિરમાં દર્શન જાહેર જનતા માટે બંધ રહેશે. - બાયડ નગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો. 15 તારીખથી 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી બજારો ખુલ્લા રહેશે. બપોર બાદ બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. દૂધ, દવા અને શાકભાજી સિવાયના તમામ ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય. વેપારીઓ સ્વયભૂ સમય બાબત નગરપાલિકામાં કરી રજૂઆત. 31 જુલાઈ સુધી આ નિયમ રહેશે લાગુ. - સુરતના વરાછામાં આવેલા ચોક્સી હીરા બજાર 19મી જુલાઈ સુધી બંધ રહેશે. હીરા દલાલોએ સ્વયંભૂ બંધ રાખવાનો લીધો નિર્ણય. - ઉંઝા શહેર અને ઉંઝા APMC બપોરના 2 વાગ્યા બાદ બંધ રહેશે. ઊંઝા નગરપાલિકા અને એપીએમસીએ વહીવટે લીધો નિર્ણય. 11 તારીખથી આગામી 20 જુલાઈ સુધી બે વાગ્યા બાદ એપીએમસીનું કામકાજ તેમજ બજારો રહેશે બંધ. શહેરની તમામ બજારો બપોર બાદ બંધ રાખવો કરાયો નિર્ણય. - કીમ ગ્રામ પંચાયત અને વેપારી એસોસિયેશનનો મહત્વનો નિર્ણય. 14 તારીખીથી સવારે 7થી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. આવશ્યક સેવાઓ સરકારના નીતિ નિયમો મુજબ યથાવત રહેશે. 25 તારીખે કોરોનાની સ્થિતિ જોયા બાદ આગળનો નિર્ણય લેવાશે. - બારડોલી ચેમ્બર ઓફ કોમર્સનો મહત્વનો નિર્ણય. 15 તારીખથી નગરની તમામ દુકાનો સવારે 7 વાગ્યાથી 4 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. 29 તારીખ સુધી પાલન કરવામાં આવશે. જો કોરોના કન્ટ્રોલમાં આવે તો ત્યારબાદ રાબેતા મુજબ બજાર ખુલશે. અન્યથા આગળ પણ આજ નિયમો મુજબ દુકાનો ખુલશે. - હિંમતનગર, ઇડર અને પ્રાંતિજ શહેરમાં બપોરે 2 વાગ્યા બાદ બજાર બંધ કરવાનો નિર્ણય લેવાયેલ છે. હિંમતનગરમાં ગત 10 તારીખ 10 દિવસ સુધી બપોરે 2 વાગ્યા બાદ બજાર બંધ રાખવાનો નિર્ણય વેપારી મહામંડર દ્વારા લેવામાં આવ્યો હતો. ઈડર વેપારી એસોસિયેશન દ્વારા પણ 11 તારીખથી બજાર બપોર બાદ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. પ્રાંતિજના વેપારી એસોસિયેશન દ્વારા પણ 11 તારીખથી બપોર બાદ બજાર બંધ કરવાનો નીર્ણય લેવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાંBhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
Andhra Pradesh Waqf Board: આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
વિરોધીઓ પર જયેશ રાદડિયાએ નિશાન સાધ્યું, કહ્યું,  “અવરોધ બંધ નહીં કરો તો હિસાબ કરવા મેદાનમાં ઉતરવું પડશે”
વિરોધીઓ પર જયેશ રાદડિયાએ નિશાન સાધ્યું, કહ્યું,  “અવરોધ બંધ નહીં કરો તો હિસાબ કરવા મેદાનમાં ઉતરવું પડશે”
રાજય સરકારે વધુ એક નવી નગરપાલિકાની રચના કરી, ધારી ૧૬૦મી નગરપાલિકા બનશે
રાજય સરકારે વધુ એક નવી નગરપાલિકાની રચના કરી, ધારી ૧૬૦મી નગરપાલિકા બનશે
Embed widget