ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓમાં કોરોનાનો કાળો કહેર, આ એક જ સંસ્થામાં વધુ 48 કેસ નોંધાયા
રાજ્યમાં સૌથી વધુ 5469 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 54નાં મૃત્યુ થયા છે. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4800 પર પહોંચ્યો છે.
IIM અમદાવાદમાં કોરોનાના વિસ્ફોટ યથાવત છે. છેલ્લા 6 દિવસમાં કોરોનાના વધુ 48 કેસ નોંધાયા છે. IIM અમદાવાદમાં આ પહેલા ૧૦૦થી વધુ કોરોનાના કેસ નોંધાઈ ચુક્યા છે અને છેલ્લા છ દિવસમાં વધુ ૪૮ જેટલા કોરોનાના કેસ નોંધાતા વિદ્યાર્થીઓ અને સ્ટાફના કર્મચારીઓ ચિંતામાં છે.
IIM સાથે જીટીયુ અને ગુજરાત યુનિવિર્સિટીમાં પણ કોરોનાના કેસ નોંધાયા છે. તો ગાંધીનગરમાં આવેલ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ફેશનલ ટેકનોલોજીમાં 20 કોરોના કેસ નોંધાયા છે. જેમાં ઈન્સ્ટિટયુટના ડિરેકટર પણ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.
નોંધનીય છે કે, રાજ્યમાં સૌથી વધુ 5469 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 54નાં મૃત્યુ થયા છે. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4800 પર પહોંચ્યો છે.
રાજ્યમાં ગઈકાલે 2976 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,15,127 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 27000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 27568 પર પહોંચ્યો છે. જેમાંથી 203 લોકો વેન્ટિલેટર પર અને 23365 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 90.69 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4800 પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 19, સુરત કોર્પોરેશનમાં 16, વડોદરા કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશન-5, બનાસકાંઠા 2, સુરત 2, અમદાવાદ 1, ગાંધીનગર કોર્પોરેશન 1ન અને જામનગરમાં 1 મોત સાથે કુલ 54 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4800 પર પહોંચી ગયો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 1504, સુરત કોર્પોરેશનમાં 1087, રાજકોટ કોર્પોરેશનમાં 405, સુરત 361, વડોદરા કોર્પોરેશનમાં 277, જામનગર 189, વડોદરા 139, મહેસાણા 127, પાટણ 124, જામનગર 123, રાજકોટ 70, ભાવનગર કોર્પોરેશન 68, ગાંધીનગર-56, મોરબી 54, કચ્છ 53, નર્મદા 50, બનાસકાંઠા 49, નવસારી 47, દાહોદ 46, ગાંધીનગર કોર્પોરેશન-45, અમરેલી-42, જૂનાગઢ કોર્પોરેશન 42, ભરુચ 41, જૂનાગઢ 41, પંચમહાલ 40, ખેડા 39, સાબરકાંઠા 37, આણંદ 31, વલસાડ 31, ભાવનગર 29, અમદાવાદ 28, અરવલ્લી 28, સુરેન્દ્રનગર 28, બોટાદ 27, મહીસાગર 26 અને દેવભૂમિ દ્વારકા 21 કેસ નોંધાયા હતા.