શોધખોળ કરો

Corona Update: આજે ગુજરાતમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત, કુલ 11 લોકોનાં મોત, કઈ જગ્યા કેટલા છે કેસ? જાણો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13 નવા કેસ નોંધાયા હતાં. આ સાથે જ કોરોનાના કેસનો આંકડો 108 પર પહોંચી ગયો છે.

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13 નવા કેસ નોંધાયા હતાં. આ સાથે જ કોરોનાના કેસનો આંકડો 108 પર પહોંચી ગયો છે. પાટણ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. આ સાથે જ રાજ્યના 12 જિલ્લા કોરોનાગ્રસ્ત છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના 11 લોકોની જિંદગી ભરખી ચૂક્યો છે. જ્યારે 14 લોકો સારવાર બાદ સ્વસ્થ થઈ ચૂક્યા છે. હાલ 14 હજાર 520 લોકો હોમ ક્વોરોન્ટાઈન હેઠળ છે. સુરતમાં પાલ-પાલનપુર કેનાલ રોડ નક્ષત્ર પ્લેટીનમ ખાતે રહેતી વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમનું મોડી રાત્રે હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. છેલ્લા 24 કલાકમાં જે 13 નવા કેસ નોંધાયા છે, તેમાં અમદાવાદમાં 7, ભાવનગર અને ગાંધીનગરમાં બે-બે, જ્યારે સુરત અને પાટણમાં એક-એક કેસ નોંધાયા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પાટણમાં જે વ્યકિતને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેની સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. કારણ કે તેણે પોતાની ટ્રાવેલ હિસ્ટ્રીની વિગતો છૂપાવી હતી. સંક્રમિત દર્દીના 5 પરિવારજનોને પણ આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા છે. અમદાવાદમાં જે કેસ નોંધાયા છે તેમાનો એક વ્યક્તિ દિલ્લીના મરકઝમાં ગયો હતો. સુરતમાં એક મહિલાને કોરોના પોઝિટિવ છે. તેનો પુત્ર મુંબઈથી આવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે, તેના પુત્રથી માતાને કોરોનાની અસર થઈ હોઈ શકે. સુરતમાં હાલ 13 પોઝિટિવ કેસ નોંધાય છે. ગુજરાતમાં જિલ્લા પ્રમાણે કુલ પોઝિટિવ કેસની વાત કરીએ તો શનિવાર રાત્રે 9 વાગ્યા સુધીમાં, અમદાવાદમાં સૌથી વધુ કોરોના વાયરસના 45 કેસ નોંધાયા છે. સુરત અને ગાંધીનગરમાં 13-13, રાજકોટમાં 10, વડોદરામાં 9, ભાવનગરમાં 9, પોરબંદરમાં 3, ગીરસોમનાથમાં 2, કચ્છમાં 01, મહેસાણામાં 01, પંચમહાલ-પાટણ અને કચ્છ જિલ્લામાં એક-એક કેસ નોંધાયા છે.

ટોપ સ્ટોરી

Crime News: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, લૂંટ બાદ આરોપીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ
Crime News: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, લૂંટ બાદ આરોપીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
Embed widget