શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના કયા શહેરની સબ જેલમાં 39 કેદીઓને લાગ્યો કોરોનાનો ચેપ? તંત્ર થઈ ગયુ દોડતું
ગુજરાતમાં હાલ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે દિવસે ને દિવસે સંક્રમણની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના કેસ 400ને પાર થઈ ગયા છે
ગુજરાતમાં હાલ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે દિવસે ને દિવસે સંક્રમણની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના કેસ 400ને પાર થઈ ગયા છે. તેવામાં લીંબડી શહેરની સબજેલમાં કોરોનાનો બ્લાસ્ટ થયો છે. લીંબડી સબજેલના 39 કેદીઓને કોરોનાના ચેપ લાગ્યો છે.
સુરેન્દ્રનગરના લીંબડી શહેરની સબ જેલમાં કોરોનાનો બ્લાસ્ટ થયો છ. સેબજેલના 39 કેદીઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે સબજેલના એક પોલીસ કર્મચારી પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. એકસાથે 40 કોરોના પોઝિટિવ કેસ આવતાં તંત્ર દોડતું થયું છે. કોરોનાનો બ્લાસ્ટ થતાં લીંબડી મામલતદાર અને નાયબ કલેક્ટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
મહત્વનું છે કે સોમવારે ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના નવા 1330 કેસ પોઝિટિવ નોંધાયા હતાં. સોમવારે એક જ દિવસમાં 72 હજાર 690 ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1 લાખ 5 હજાર 671 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં 1276 દર્દીઓ સાજા થઈ ઘરે ગયા છે. કુલ 86,034 દર્દીઓ સાજા થયા છે. હાલ રાજ્યમાં 89 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં 16,514 કોરોના એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement