શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ જિલ્લા માટે અતિચિંતાજનક સમાચાર: આજે વધુ બે પોઝિટિવ કેસ આવ્યા
જિલ્લામાં પણ દિવસે ને દિવસે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે નવસારી જિલ્લા માટે અતિચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે નવસારી જિલ્લામાં અતિચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં એકસાથે આજે ફરી બે પોઝિટિવ કેસ નોંધાયા છે. મુંબઈથી આવેલા 73 વર્ષિય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે જિલ્લામાં કુલ 12 એક્ટિવ કેસ છે.
નવસારી જિલ્લામાં પણ દિવસે ને દિવસે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે નવસારી જિલ્લા માટે અતિચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં આજે ફરી બે પોઝિટિવ કેસ નોંધાયા છે. મુંબઈથી આવેલા 73 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે મોહનપુર ગામના 52 વર્ષીય મહિલાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
મુંબઈથી સંક્રમિત થઈને નવસારી જિલ્લામાં આવતાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તમામને કોવિડ 19 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં કુલ 12 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement