શોધખોળ કરો
ભાવનગરમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો, ડોક્ટરનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, જાણો શું હતી ટ્રાવેલ હિસ્ટ્રી?
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ભાવનગરમાં દિવસે ને દિવસે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ભાવનગરમાં દિવસે ને દિવસે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ભાવનગરમાં વધુ એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાવનગરમાં હાલ 117 કેસ નોંધાયેલા છે જ્યારે 8 લોકોનાં મોત નિપજ્યાં છે. જોકે 91 લોકોને ડિસાર્જ કરી દેવામાં આવ્યા છે જ્યારે હાલ 18 જ એક્ટિવ કેસ છે.
ભાવનગરમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. 25 વર્ષિય યુવાન તબીબનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદથી પરત ફરેલા ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ યુવાન તબીબ 12થી 19 તારીખ સુધી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ પર હતા ત્યાર બાદ ભાવનગર પરત ફરતા તેવોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ તબીબનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
વધુ વાંચો
Advertisement





















