શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દિવાળી વેકેશન બાદ રાજ્યમાં કોરોના બેકાબૂ, છેલ્લા 24 કલાકમાં નવા 1281 કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 54 હજાર 256 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
અમદાવાદઃ દિવાળીના વેકેશનમાં ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા એક હજાર 281 પોઝિટીવ કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 207, સુરતમાં 181,વડોદરામાં 104, રાજકોટમાં 96, જામનગરમાં 17, ભાવનગરમાં 12, જૂનાગઢમાં 11 અને ગાંધીનગર શહેરમાં કોરોનાના નવા 38 પોઝિટીવ કેસ નોંધાયા છે.
તો બીજા બાજુ રાજ્યમાં છેલ્લા 24 લાકમાં વધુ 8 દર્દીના મોત થયા છે. રાજ્યમાં હવે કુલ મૃત્યુઆંક વધીને 3 હજાર 823 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજયમાં 1 હજાર 274 દર્દી ડિસ્ચાર્જ થયા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 54 હજાર 256 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજયમાં હાલ 12 હજાર 457 એક્ટિવ કેસ છે. આ એક્ટિવ કેસમાંથી 12 હજાર 374 દર્દીઓની હાલત સ્થિર છે તો 83 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion