શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 580 નવા કેસ, 18નાં મોત, કુલ સંક્રમિતોની સંખ્યા 30 હજારને પાર
રાજ્યમાં અત્યાર સુધીમાં 22038 દર્દીઓ સાજા થયા છે. જ્યારે હાલ 6348 એક્ટિવ કેસ છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 580 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 18 દર્દીઓનાં મોત થયા છે અને 532 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 30158 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1772 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 22038 દર્દીઓ સાજા થયા છે.
આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 205, સુરત કોર્પોરેશનમાં 161, વડોદરા કોર્પોરેશનમાં 35, સુરતમાં 21, જામનગર કોર્પોરેશન -7, ભરુચ- 16, અમદાવાદ- 14, વડોદરા -10, ગાંધીનગર -10, રાજકોટ કોર્પોરેશન-8, આણંદ-8, પાટણ-8, મહેસાણા - 7, ભાવનગર કોર્પોરેશન 6, સુરેન્દ્રનગર 6, નર્મદા -6, રાજકોટ-5, ખેડા 5, અમરેલી 5, ગાંધીનગર કોર્પોરેશન 4, પંચમહાલ 4, નવસારી 4, કચ્છ 3, જુનાગઢ કોર્પોરેશન 2, ભાવનગર 2, જામનગર 2, દાહોદ-2, છોટાઉદેપુર 2, મોરબી 2, અરવલ્લી-1, મહિસાગર 1, સાબરકાંઠા-1 એક નોંધાયા છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 18 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 8, સુરત કોર્પોરેશનમાં 3, અરવલ્લી 2, ભરુચ 2, મહેસાણા, બનાસકાંઠા અને પાટણમાં એક એક મોત થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1772 લોકોનાં મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 22038 દર્દીઓ સારવાર બાદ સાજા થઈને ઘરે ગયેલ છે. હાલ 6348 એક્ટિવ કેસ છે, જેમાંથી 61 વેલ્ટીલેટર પર છે અને 6287 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,51, 179 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement