શોધખોળ કરો
Advertisement
ગુજરાતના 30 જિલ્લા કોરોનાની ચપેટમાં, આગામી 2 મહિના પ્રસાર અટકે તેવી શક્યતા નથી : જયંતિ રવિ
આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આજે પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થાય તે માટે પ્રશાસન અલર્ટ છે. 80 ટકા લોકોમાં વાયરસના લક્ષણો નથી દેખાતા.
ગાંધીનગર : આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આજે પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થાય તે માટે પ્રશાસન અલર્ટ છે. 80 ટકા લોકોમાં વાયરસના લક્ષણો નથી દેખાતા. મોટી ઉંમરના વ્યક્તિઓ, સગર્ભા અને બાળકોએ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ગંભીર બિમારીથી પીડાતા લોકોએ પણ ખાસ કાળજી રાખવી જોઈએ. જયંતિ રવિએ જણાવ્યું કે, ગુજરાતાના 30 જિલ્લા કોરોનાની ચપેટમાં છે. આગામી બે મહિના સુધી પ્રસાર અટકે તેવી શક્યતા નથી.
ગુજરાતમાં ટેસ્ટનું પ્રમાણ ઓછા કરાયાની વાતને આરોગ્ય વિભાગના અગ્ર સચિવે અફવા ગણાવી હતી. અત્યાર સુધી રાજ્યમાં 46 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં ત્રણ હજાર 28 ટેસ્ટ કરાયા. સરેરાજ દરરોજ બે હજાર 115 ટેસ્ટ કરવામાં આવે છે. દર્દીઓના ટેસ્ટિંગના પરિણામ 24 કલાકમા જ મળી જાય એ માટે આયોજન કરવામાં આવ્યું છે.
લોકડાઉન બાદ પણ લોકોએ સાવચેતી રાખવી જ પડશે. કોવિડ 19 વાયરસની રસી કે દવાનું સંશોધન ના થાય ત્યાં સુધી લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion