શોધખોળ કરો
Advertisement
Coronavirus:રાજ્યમાં કોરોના વિસ્ફોટ, આ ત્રણ શહેરમાં એક જ દિવસમાં નોંધાયા 100થી વધુ કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં છેલ્લા 24 કલાકમાં 571 નવા કેસ નોંધાયા હતા તેની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,72,811 પર પહોંચી છે.
અમદાવાદ: રાજ્યમાં ફરી કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં છેલ્લા 24 કલાકમાં 571 નવા કેસ નોંધાયા હતા તેની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,72,811 પર પહોંચી છે. અમદાવાદ, સુરત અને વડોદરા શહેરમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે. આ ત્રણેય શહેરમાં આજે 100થી વધુ કેસ નોંધાયા હતા.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 123 નવા કેસ નોંધાયા હતા અને એક દર્દીનું કોરોનાથી મોત થયું હતું. જ્યારે સુરતમાં 120 અને વડોદરામાં 104 નવા કેસ નોંધાયા હતા. આ સિવાય રાજકોટ કોર્પોરેશન 51, સુરત-14, વડોદરા-13, કચ્છ-12, આણંદ-11, જામનગર કોર્પોરેશન-9, મહેસાણા-9, ભાવનગર કોર્પોરેશન-8, સાબરકાંઠા-8 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં અત્યાર સુધી કુલ 4414 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે અત્યાર સુધી 265372 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. આજે 405 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.27 ટકા પર પહોંચ્યો છે. હાલ 3025 એક્ટિવ કેસ છે, જેમાંથી 45 લોકો વેન્ટિલેટર પર અને 2980 લોકો સ્ટેબલ છે.
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 13,74,244 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 3,30,463 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે રાજ્યમાં કુલ 1,31,821 લોકોને રસી આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion