શોધખોળ કરો
Coronavirus: ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ, વિદ્યાર્થી સંગઠનોની રજૂઆત બાદ લેવાયો નિર્ણય
કોરોના સંકટ વચ્ચે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા યોજવાનો નિર્ણય કરતા વિદ્યાર્થી સંગઠનોએ પરીક્ષા રદ કરવા યુનિવર્સિટી સામે મોરચો ખોલ્યો હતો.
![Coronavirus: ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ, વિદ્યાર્થી સંગઠનોની રજૂઆત બાદ લેવાયો નિર્ણય Coronavirus: North Gujarat University Exams postponed Coronavirus: ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ, વિદ્યાર્થી સંગઠનોની રજૂઆત બાદ લેવાયો નિર્ણય](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/21013933/hngu-new.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પાટણ: કોરોનાની મહામારીના કારણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા 25 જૂનથી શરૂ થનારી પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સંકટ વચ્ચે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા યોજવાનો નિર્ણય કરતા વિદ્યાર્થી સંગઠનોએ પરીક્ષા રદ કરવા યુનિવર્સિટી સામે મોરચો ખોલ્યો હતો.
વિદ્યાર્થી સંગઠનોએ જ્યાં સુધી યુનિવર્સિટી તેનો નિર્ણય ના બદલે ત્યાં સુધી પોતાનું આંદોલન યથાવત રાખવાની ચીમકી આપી હતી. ત્યારે યુનિવર્સિટીએ તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે, આ પહેલા રાજ્યની અન્ય યુનિવર્સિટીઓ પણ પોતાના પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરી ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દુનિયા
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)