રાજ્યમાં આજે કેટલા લોકોએ આપી કોરોનાને મ્હાત, જાણો વિગતો
રાજ્યમાં કોરોના વાયરસના (Gujarat Corona Cases) સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયા.

ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસના (Gujarat Corona Cases) સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયા. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં (Coronavirus Second Wave) નવા કેસમાં સતત ઘટાડો છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 29 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 61 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.73 ટકા થયો છે.
કયા શહેરમાં કેટલા દર્દીએ આપી કોરોનાને મ્હાત
અમદાવાદ શહેરમાં 25, રાજકોટમાં 8, સુરત શહેરમાં 5, દાહોદ, સાબરકાંઠા, આણંદ, મહેસાણામાં 3-3, ભાવનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, ગાંધીનગરમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, મોરબીમાં 2, પંચમહાલમાં 1, તાપીમાં 1, વલસાડમાં 2 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી.
અહીં ન નોંધાયો એક પણ કેસ
અમદાવાદ શહેરમાં 6, સુરત શહેરમાં 4, વડોદરામાં 4, વડોદરા કોર્પોરેશનમાં 3, દાહોદમાં 2, જામનગરમાં 2, બનાસકાંઠા, ડાંગ, ગીર સોમનાથ, જુનાગઢ, કચ્છ, નવસારી, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે. જ્યારે
અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જુનાગઢ કોર્પોરેશન, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સુરત, વલસાડ અને તાપીમાં એક પણ કેસ નોંધાયો નથી.
હાલ કેટલા દર્દી છે વેન્ટિલેટર પર
રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 14 હજાર 059 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 411 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 406 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 4,12,499 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જેની સાથે કુલ રસીકરણનો આંક 3,01,46,996 પર પહોંચ્યો છે.
હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 151ને પ્રથમ અને 15335 વર્કર્સને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારે ઉંમરના 72146 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 90901 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષનાં 222538 નાગરિકોને રસીનો પ્રથમ અને 11428 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. આજના દિવસમાં કુલ 4,12,499 લોકોને રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યનાં 3,01,46,996 લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે.




















