Cyclone Tej: વાવાઝોડા તેજને લઈ ગુજરાતના બંદરો પર લગાવાયું 2 નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ
Cyclone Tej: વાવાઝોડું 22 ઓક્ટોબરની સાંજે ગંભીર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થવાની સંભાવના છે.
Cycolne Tej updates: અરબી સમુદ્રમાંથી આગળ વધી રહેલું ચક્રવાત 'તેજ' રવિવાર સાંજ સુધીમાં ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. આઇએમડીએ જણાવ્યું હતું કે દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર ડિપ્રેશનમાં વિકસી ગયો છે. દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પરનું ડીપ ડિપ્રેશન સોકોત્રા (યમન) ના લગભગ 820 કિમી E-SE અને લગભગ 1100 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે. CS આગામી છ કલાક દરમિયાન SW અરબી સમુદ્ર પરના ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતરિત થવાની અને 22 ઓક્ટોબરની સાંજે ગંભીર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થવાની સંભાવના છે.
વાવાઝોડાને લઈ ગુજરાતના દરિયાકાંઠા પર બે નંબરના સિગ્નલ લગાવાયા છે. હવામાન વિભાગ ની સૂચના અનુસાર ઓખા બંદર પર એક નંબરનું સિગ્નલ હટાવી બે નંબરનું લગાવાયું છે. વેરાવળ બંદર પર પણ બે નંબરનું સિગ્નલ લગાવાયું છે. IMDએ જણાવ્યું હતું કે 21 ઓક્ટોબરના રોજ દક્ષિણ-પશ્ચિમ, પશ્ચિમ-મધ્ય અને બંગાળની ખાડીમાં મધ્યમથી ગંભીર સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે અને 23 ઓક્ટોબરે તે ગંભીરથી અત્યંત ગંભીર બનવાની શક્યતા છે. 24 થી 26 ઓક્ટોબર સુધી ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે સમુદ્રની સ્થિતિ ખૂબ જ ખરાબ રહેવાની ધારણા છે. દરમિયાન માછીમારોને 26 ઓક્ટોબર સુધી દરિયો અને કિનારા પર ન જવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગે કહ્યું- ગુજરાત પર કોઈ અસર નહીં
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી વાવાઝોડાની ગુજરાત પર કોઈ અસર નહીં થાય. ચક્રવાત પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે તેથી ગુજરાત પર તેની કોઈ અસર નહીં થાય. IMDના એક અધિકારીએ જણાવ્યું કે, ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે. IMD અનુસાર, ચક્રવાત 23 અને 24 ઓક્ટોબરે કેરળમાં અને 24 ઓક્ટોબરે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ગાજવીજ, વીજળી અને તીવ્ર પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ચક્રવાત 'તેજ' શું છે?
ચક્રવાત 'તેજ' રવિવારે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતરિત થવાની અને ઓમાન તથા યમનના દક્ષિણ કિનારા તરફ આગળ વધવાની ધારણા છે. ભારત દ્વારા ચક્રવાતના નામકરણ કરવામાં આવ્યું છે અને તેજ નામ આપવામાં આવ્યું છે.
DD over SW Arabian Sea intensified into a CS Tej about 670 km E-SE of Socotra (Yemen).To intensify into SCS in next 12 hrs and further into a VSCS in subsequent 24 hrs. To cross Yemen Oman coasts bet Al Ghaidah (Yemen) & Salalah (Oman) around early mrng of 25 Oct pic.twitter.com/P8r0iz8Ic8
— India Meteorological Department (@Indiametdept) October 21, 2023