શોધખોળ કરો
Advertisement
આજથી આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં કયા-કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે? જાણો વિગત
‘વાયુ’ વાવાઝોડાને કારણે કોઈ જ જાનહાની ન થાય તે માટે તંત્ર સાબદુ થઈ ગયું છે. ગુજરાત સરકાર દ્વારા તમામ મંત્રીઓને અલગ-અલગ જવાબદારી સોંપી દેવામાં આવી છે.
અમદાવાદ: ‘વાયુ’ વાવાઝોડાને કારણે કોઈ જ જાનહાની ન થાય તે માટે તંત્ર સાબદુ થઈ ગયું છે. ગુજરાત સરકાર દ્વારા તમામ મંત્રીઓને અલગ-અલગ જવાબદારી સોંપી દેવામાં આવી છે.
હવામાન વિભાગ તરફથી 12થી 14 જૂન સુધીમાં ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.
12 જૂને બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, બરોડા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ, કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે દીવ, ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
13મી જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, બરોડા, ભરૂચ, ડાંગ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદમાં સામાન્ય વરસાદ પડશે. જ્યારે કચ્છ, દાદરાનગર હવેલી, દમણ, નવસારી, વલસાડ, સુરતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દીવ, ગીર-સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
14મી જૂને રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement