શોધખોળ કરો

દાહોદમાં વીજળી પડતાં પિતા પુત્રના કરુણ મોત, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ અને નુકસાની

મુવાલિયા ગામે બનેલી ઘટનાથી શોકનો માહોલ; દેસાઈવાડમાં વૃક્ષ, લિટલ ફ્લાવર સ્કૂલની દીવાલ ધરાશાયી; વીજપોલ પડતા વાહનવ્યવહાર ખોરવાયો.

Lightning strike death in Dahod: દાહોદ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ અને વીજળીના કડાકા ધડાકા સાથેનો વરસાદ વરસ્યો હતો. આ વરસાદે જ્યાં લોકોને ગરમીથી રાહત આપી, ત્યાં કેટલીક જગ્યાએ ભારે નુકસાની સર્જી છે અને બે નિર્દોષ જીવ પણ લીધા છે.

વીજળી પડવાથી પિતા પુત્રનું કરુણ મોત

દાહોદના મુવાલિયા ગામે વીજળી પડવાની એક દુ:ખદ ઘટના બની છે. આ ઘટનામાં 30 વર્ષીય સંજયભાઈ અને તેમના 7 વર્ષીય પુત્ર આયુષ ના કરુણ મોત થયા છે. આ બે લોકોના મોત થતા સમગ્ર પરિવારમાં અને ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

વરસાદ અને પવનથી વ્યાપક નુકસાની

શહેરના દેસાઈવાડમાં એક મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. આ ઉપરાંત, લિટલ ફ્લાવર સ્કૂલની દીવાલ પણ ધરાશાયી થઈ છે, જે પવન સાથે આવેલા વરસાદની તીવ્રતા દર્શાવે છે. સિંગવડ ફોરેસ્ટ ઓફિસના ગેટ પાસે પણ વીજપોલ અને ઝાડ પડ્યા હતા, જેના કારણે રસ્તાઓ અવરોધાતા વાહનવ્યવહારમાં મુશ્કેલી પડી હતી.

દેલસર ગામે રસ્તા પર જેટલા વીજપોલ ધરાશાયી થયા હતા અને વીજ કેબલ પણ પડ્યા હતા, જેનાથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. આ અંગે MGVCL ની ટીમ ઘટનાસ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી હતી. જોકે, વીજપોલ પડવાના કારણે વિસ્તારના લોકોને અંધારામાં રહેવાનો વારો આવ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાથી વીજ પુરવઠો પણ બંધ થઈ ગયો હતો.

દાહોદ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ

દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં છાપરી, જાલત, ગલાલીયાવાડ, રળીયાતી, રામપુરા, પુસરી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દિવસભરની ગરમી અને ઉકળાટ બાદ રાત્રે વરસાદ વરસતા લોકોને ગરમીમાં રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વીજળીના કડાકા સાથેના વરસાદી માહોલથી શહેરના રસ્તાઓ પણ પલળી ગયા હતા.

હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં (Gujarat) આકરી ગરમી બાદ હવે મેઘરાજા (Rain God) ધડબડાટી બોલાવવા માટે સજ્જ છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમી યથાવત્ છે, જ્યારે સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતના (South Gujarat) અમુક ભાગોમાં છૂટોછવાયો વરસાદી માહોલ (Rainy atmosphere) જોવા મળી રહ્યો છે. ત્યારે, કેન્દ્રીય હવામાન વિભાગે (IMD) આગામી 5 દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને (Heavy to very heavy rainfall) લઈને યલો (Yellow) અને ઓરેન્જ (Orange) એલર્ટ (Alert) જાહેર કર્યું છે, જેમાં 15 થી વધુ જિલ્લાઓનો સમાવેશ થાય છે.

આજે શનિવારે (જૂન 14) સાબરકાંઠા (Sabarkantha), અરવલ્લી (Aravalli), રાજકોટ (Rajkot), અમરેલી (Amreli), ગીર સોમનાથ (Gir Somnath), જૂનાગઢ (Junagadh), ભરૂચ (Bharuch), નર્મદા (Narmada), સુરત (Surat), તાપી (Tapi), નવસારી (Navsari), ડાંગ (Dang) અને વલસાડ (Valsad) જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને (Thunderstorm with heavy rain) પગલે યલો એલર્ટ (Yellow Alert) જાહેર કરવામાં આવ્યું છે.

ટોપ સ્ટોરી

કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

Embed widget