શોધખોળ કરો

BIperjoy Cyclone:વાવાઝોડાના સંકટ વચ્ચે દમણનો દરિયો  તોફાની બન્યો, પ્રવાસીઓને દરિયાથી દૂર રહેવા સૂચના

બીપરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે દમણનો દરિયો  તોફાની બન્યો છે.  ઊંચા મોજા ઉછળતા પ્રવાસીઓને દરિયાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.

વલસાડ:  બીપરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે દમણનો દરિયો  તોફાની બન્યો છે.  ઊંચા મોજા ઉછળતા પ્રવાસીઓને દરિયાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.  વાવાઝોડાને પગલે પ્રશાસન સતર્ક બન્યું છે.  દરિયાકાંઠે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.  પોલીસે લાઉડ સ્પીકર પર સતત અપીલ કરી રહી છે.  તેમ છતાં કેટલાક પર્યટકો તોફાની દરિયાની નજીક જઈ રહ્યા છે. ચક્રવાતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાતના દરિયા કાંઠે આવેલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત વલસાડનો તીથલ બીચ પ્રવાસીઓ માટે 14 જૂન સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. વલસાડ જિલ્લાના 28 ગામોને એલર્ટ કરાયા છે. 

દરિયા કાંઠાથી ચક્રવાત હાલ અરબ સમુદ્રમાં 740 કિમી દૂર

ગુજરાતના દરિયા કાંઠાથી ચક્રવાત હાલ અરબ સમુદ્રમાં 740 કિમી દૂર છે. વાવાઝાડાની અસરે ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી. અરબ સાગરમાં સર્જાયેલું અત્યંત શક્તિશાળી વાવાઝોડું બિપરજોય ધીમે-ધીમે ઉત્તર તરફ  આગળ વધી રહ્યું છે.  હવામાન વિભાગના મતે  વાવાઝોડું ફંટાઇ શકે છે.  આગામી 3 દિવસમાં ઉત્તર -ઉત્તર - પશ્ચિમ દિશામાં આગળ વધશે ચક્રવાતી તોફાન.  માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.  ગુજરાતના દરિયામાં તીવ્ર કરંટ પણ જોવા મળી રહ્યો છે. દરિયામાં 10થી 12 ફુટ જેટલી ઉંચી લહેરો ઉછળી રહી છે અને વહીવટી તંત્રે લોકોને દરિયાની નજીક ન જવા ચેતવણી આપી છે. 

બીપરજોય  વાવાઝોડાને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડનો સુપ્રસિદ્ધ તિથલ બીચ બંધ કરવામાં આવ્યો છે. સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. 

બિપરજોય ધીમે ધીમે ગુજરાતના દરિયા કાંઠા તરફ આગળ વધી રહ્યુ છે ત્યારે રાજ્યમાં તીવ્ર ગતિના પવનની સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની 15 ટીમો અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને 11 ટીમોને સજ્જ રાખવામાં આવી છે.

દરિયા કાંઠાના વિસ્તારોમાં સરેરાશ 35-45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઇ રહ્યો છે. જેમ જેમ ચક્રવાત દરિયાકાંઠાની નજીક આવશે તેમ તેમ પવનની ગતિ વધશે અને તેની ઝડપી 55- 60 કિમી સુધી પહોંચી શકે છે.

ચક્રવાતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાતના દરિયા કાંઠે આવેલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત વલસાડનો તીથલ બીચ પ્રવાસીઓ માટે 14 જૂન સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. વલસાડ જિલ્લાના 28 ગામોને એલર્ટ કરાયા છે. 

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget