શોધખોળ કરો

ઉનાવા પેપર કાંડ: પોલીસે કરી મોટી કાર્યવાહી, એલસીબી. એસઓજી સહીતની ટીમો તપાસમાં જોડાઈ

મહેસાણા: ઉંઝાના ઉનાવા સર્વોદય સ્કૂલમાં પેપર કાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમા પોલીસે અત્યાર સુધીમાં મુખ્ય શિક્ષક સહીત છ લોકોની તપાસ અર્થે અટકાયત કરી છે.

મહેસાણા: ઉંઝાના ઉનાવા સર્વોદય સ્કૂલમાં પેપર કાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમા પોલીસે અત્યાર સુધીમાં મુખ્ય શિક્ષક  સહીત છ લોકોની તપાસ અર્થે અટકાયત કરી છે. જ્યારથી એવી વાત સામે આવી છે કે પેપર ફૂટ્યું છે ત્યારથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ પણ સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે. જો કે. પેપર કાંડ મામલો વધુ ઉગ્ર બનતા જિલ્લા પોલીસ વડા  સહીતનો કાફલો તપાસમાં જોડાયો છે. આ ઉપરાંત એલસીબી. એસઓજી સહીતની ટીમો પણ તપાસમાં જોડાઈ છે.

આજે વન રક્ષકની પરીક્ષામાં સામે આવેલી ગેરરીતિ મામલે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના સમયમાં પણ પેપર ફૂટતા હતા પરંતુ ખબર પડતી ન હતી. આજે અમારી બીજેપીની પારદર્શક સરકાર છે એટલે ખબર પડે છે, કોંગ્રેસના સમયમાં કેટલા પેપર ફૂટતા અને લોકો કેવી રીતે પાસ થતા હતા તેવું આજે નથી થતું. આ ઉપરાંત તેમણે તાપી લિંક પ્રોજેક્ટ અંગે પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, હું તાપી લિંક પ્રોજેક્ટનો સીધો વિરોધ નથી કરતો પરંતુ આ પ્રોજેક્ટ થોડો નાનો બનાવવાની જરૂર છે.  જો મોટો બનશે તો આદિવાસી ખેડૂતોને ખોટ જશે. આ  પ્રોજેક્ટની બંને બાજુના 15 કીલોમીટરના ખેડૂતોને પાણી મળવું જોઈએ અને જે ખેડૂતોની જમીન જાય તેને વળતર મળવું જોઇએ.

શું છે સમગ્ર ઘટના?

વિવિધ ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર ફૂટવાની ઘટનાઓ વચ્ચે ફરીથી વધુ એક સરકારી ભરતીની પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. મહેસાણાના ઉનાવા શ્રી નાગરિક મંડળ સેન્ટર ઉપર યોજાયેલી વન રક્ષક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. પરીક્ષા શરૂ થાય તે પહેલાં નાગરિક મંડળના લેટર પેડ ઉપર પ્રશ્નપત્રના જવાબ ફરતા થયા હોવાની આશકા છે. મળતી માહિતી મુજબ 10 નંબરના બ્લોકમાંથી પાણી પીવા બહાર આવેલો વિધાર્થી જવાબ વાળા લેટરપેડ સાથે રૂમમાં આવ્યો હતો. પરીક્ષા ખંડમાં જવાબ સાથે ઉમેદવાર આવતાં નિરીક્ષકે પકડી પાડ્યો હતો અને પેપર ફોડવાનો ભાંડો ફૂટ્યો હતો.

અન્ય પરિક્ષાર્થીઓએ મચાવ્યો હોબાળો

10 નંબરના બ્લોકમાંથી પાણી પીવા બહાર આવેલો વિધાર્થી જવાબ વાળા લેટરપેડ સાથે રૂમમાં આવતાં નિરીક્ષકે પકડી પાડ્યો હતો અને પેપર ફોડવાનો ભાંડો ફૂટ્યો હતો. આ મુદ્દે અન્ય પરિક્ષાર્થીઓને જાણ થતાં જ અન્ય પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. પરીક્ષાના જવાબ સ્કૂલના લેટર પેડ ઉપર કોણે સોલ્વ કર્યા તે અંગે પણ હાલ સવાલ ઉભા થયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Embed widget