દેવભૂમિ દ્વારકાઃ વિધાનસભા ચૂંટણી પહેલાં 41 પોલીસ કર્મચારીઓની સામુહિક બદલી કરાઈ
આ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે સરકારી તંત્ર દ્વારા વિવિધ વિભાગોમાં કર્મચારીઓની બદલીઓનો દોર શરુ થઈ ગયો છે.
આ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે સરકારી તંત્ર દ્વારા વિવિધ વિભાગોમાં કર્મચારીઓની બદલીઓનો દોર શરુ થઈ ગયો છે. ત્યારે હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જીલ્લા પોલીસ વડા સુનીલ જોશીએ જીલ્લામાં વિવિધ જગ્યાએ ફરજ બજાવતા 41 પોલીસ કર્મચારીઓની સામુહિક બદલી કરી છે. આ 41 પોલીસ કર્મચારીઓને તેમની હાલની જગ્યા પરથી જિલ્લામાં જ અન્ય પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. જાહેર હિતાર્થે જીલ્લાના પોલીસ કર્મીઓની અંદરો-અંદર બદલી કરાતાં હવે પોલીસ કર્મચારીઓને ફરજ બજાવવા અન્ય સ્થળે જવું પડશે.
રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા 57 PIની કરવામાં આવી બદલી:
અમદાવાદ: રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા પોલીસ વિભાગમાં મોટા ફેરબદલ કરવામાં આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં એક સાથે 57 PIની બદલી કરવામાં આવી છે. બિન હથિયારધારી પોલસ ઈન્સ્પેકટરોની બદલી કરવામાં આવી છે. ટી.આર. ભટ્ટને ગાંધીનગરથી અમદાવાદ શહેરમાં મૂકવામાં આવ્યા છે. વી.આર.વસાવા નર્મદા હતા તેમની એસીબીમાં બદલી કરાઈ છે. પી.બી.ગઢવી દેવભૂમિ દ્વારકામાં હતા તેમની એસીબીમાં બદલી કરવામાં આવી છે.
જે.એમ વાઘેલા જેઓ વડોદરા ગ્રામ્યમાં હતા તેમને રાજકોટ શહેરમાં બદલી કરવામાં આવી છે. જે.એમ.પટેલ તેઓ દેવભૂમિ દ્વારકા હતા તેમની એટીએસમાં બદલી કરવામાં આવી છે. જે.એન.ચાવડા અમદાવાદ શહેરમાં હતા તેમની એ.ટી.એસમાં બદલી કરાઈ છે, જ્યારે જે.પી.રોજીયા તેઓ અમદાવાદ શહેરમાં હતા તેમની પણ એ.ટી.એસમાં બદલી કરવામાં આવી છે.
એચ.એચ. આર્ચાર્ય એસીબીમાં હતા તેમની સુરત શહેરમાં બદલી કરવામાં આવી છે. એચ.બી ગામેતીની એસીબીમાંથી મહીસાગરમાં બદલી કરાઈ છે. જે.એમ.સોલંકીને અમદાવાદ શહેરમાંથી સુરત શહેરમાં બદલી કરવામાં આવી છે. એલ.બી.તડવીને અમદાવાદ રુરલમાંથી વડોદરા રુરલમાં મૂકવામાં આવ્યા છે. એન.કે.વ્યાસ વડોદરા શહેરમાંથી રાજકોટ શહેરમાં બદલી કરવામાં આવી છે. જી.એસ પટેલની મહેસાણાથી સુરત શહેરમાં બદલી કરાઈ છે.