શોધખોળ કરો
Advertisement
રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાને અપાયું 3 મહિનાનું એક્સટેન્શન
રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા 30 એપ્રિલ 2020ના નિવૃત થઈ રહ્યા હતા.
ગાંધીનગર : રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા 30 એપ્રિલ 2020ના નિવૃત થઈ રહ્યા હતા. શિવાનંદ ઝાને ત્રણ મહિના એક્સટેન્શન આપવામાં આવતા વધુ ત્રણ મહિના સુધી રાજ્યના પોલીસ વડાનો ચાર્જ સંભાળશે.
કોરોના વાયરસના પગલે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાએ સૌથી મોટો મામલો છે. એવામાં ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાને 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. કેંદ્રના ગૃહવિભાગ દ્વારા શિવાનંદ ઝાને 3 મહિનાનું એક્સટેન્શન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ડીજીપી શિવાનંદ ઝા ફેબ્રુઆરી,2018માં રાજ્યના ડીજીપી બન્યા હતા. તેઓનો કાર્યકાળ 30 એપ્રિલ 2020ના રોજ પૂર્ણ થવાનો હતો, પરતું એક્સટેન્શન આપવામાં આવતા હવે તેઓ જુલાઇ 2020માં નિવૃત થશે. શિવાનંદ ઝા 1983ની બેંચના આઈપીએસ અધિકારી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement