શોધખોળ કરો
Advertisement
ધોનીની દીકરી પર દુષ્કર્મની ધમકી આપનારો શખ્સ ગુજરાતમાં ક્યાંથી પકડાયો, જાણો મોટા સમાચાર
મહેન્દ્રસિંહ ધોનીની પુત્રીના નામે ધમકી આપનાર શખ્સ સગીર હોવાનું સામે આવ્યું છે. તે મુન્દ્રા તાલુકાના નાના કપાયામાંથી પકડાયો હતો.
કચ્છઃ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પાંચ વર્ષની પુત્રી જીવાને સોશયલ મીડિયા ઉપર રેપની ધમકી મળી હતી. મીડિયામાં આલા સમાચારો પ્રમાણે ધોનીની પત્ની સાક્ષી સિંહ ધોનીને ઈન્સ્ટાગ્રામ ઉપર જીવાને રેપની ધમકી મળી હતી. એટલું જ નહી લોકો સોશયલ મીડિયામાં જીવાને અપશબ્દો પણ બોલી રહ્યાં હતા. આ દરમિયાન ધોનીની દીકરીને ધમકી આપનારો શખ્સ ગુજરાતના કચ્છમાંથી પકડાયો છે.
ક્યાંથી પકડાયો આરોપી
મહેન્દ્રસિંહ ધોનીની પુત્રીના નામે ધમકી આપનાર શખ્સ સગીર હોવાનું સામે આવ્યું છે. તે મુન્દ્રા તાલુકાના નાના કપાયામાંથી પકડાયો હતો. પોલીસ તપાસમાં તે 12માં ધોરણમાં ભણતો હોવાનું સામે આવ્યું છે. રાંચી પોલીસ આવીને આરોપીનો કબજો લેશે.
આઈપીએલમાં ધોનીએ નથી બતાવ્યું ફોર્મ
આઈપીએલ 2020માં ધોનીનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. તેના જ કારણે લોકો તેની પુત્રી જીવાને રેપની ધમકી આપી રહ્યાં છે. આઈપીએલની 13મી સીઝનમાં ધોનીનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે. ચેન્નઈ સુપરકિંગ્સ અત્યાર સુધી 7 મેચ રમી ચુકી છે. જેમાંથી તે માત્ર બે મેચોમાં જીત મેળવી શક્યું નથી. જ્યારે 5 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. જો કે તમામ લોકો જાણે છે કે રમતમાં હાર જીત સિક્કાની બે બાજુ છે. પરંતુ સોશિયલ મીડિયા પર જોઈએ તો અમુક ટ્રોલ્સે ધોનીની સાથે સાથી તેમની પત્ની સાક્ષી ધોનીને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અભદ્ર વર્તન અને ગાળો જેવી પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement