શોધખોળ કરો
Advertisement
સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓને મળશે દિવાળી ભેટ, મોદી 8 નવેમ્બરે હજીરાથી ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરીનો કરાવશે પ્રારંભ
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, સામાન્ય રીતે ૧૦-૧૨ કલાકના મુસાફરી માર્ગનું અંતર હજીરા-ઘોઘા મુસાફરી રો-પેક્સથી ૪ કલાકમાં પૂરું કરી શકાશે.
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ માટે આનંદ સમાચાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 નવેમ્બરે સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવશે. આ સાથે જ સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ સહિત દક્ષિણ ગુજરાતના લોકોને દિવાળી ભેટ મળશે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, સામાન્ય રીતે ૧૦-૧૨ કલાકના મુસાફરી માર્ગનું અંતર હજીરા-ઘોઘા મુસાફરી રો-પેક્સથી ૪ કલાકમાં પૂરું કરી શકાશે. રો-પેક્સથી રોડ પરનું ભારણ ઘટશે, ટ્રાફિક સમસ્યા હળવી બનશે, મુસાફરી સસ્તી થશે અને પર્યાવરણની જાળવણી થશે.
માંડવીયાએ એમ પણ કહ્યું કે, 7500 કિમીનો દરિયાકિનારો ભારત પાસે છે. જેમાં વધુને વધુ વોટર વે સુવિધાઓ ઉપલભધ થાય તેવા પ્રયાસો શરૂ કરાશે. ઘોઘા-દહેજ સર્વિસ ચાલુ રહેશે બંધ નહિ થાય. ઘોઘા અને દહેજની ફેરી સર્વિસ બંધ હોવાનું કારણ સમુદ્રની સ્થતિ બદલાઈ રહી છે નર્મદાનું વહેણ બદલાતા આ સર્વિસ બંધ છે. ઘોઘા અને હજીરા સર્વિસ માટે હજીરામાં ટર્મિનલ બનાવવું હતું. પીપાવાવ અને સુરત, સુરત અને દિવ, મુંબઈ અને પીપાવાવને વોટરવે મારફતે જોડવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. દિવમાં ડ્રેજિંગ કરવાનું બાકી છે એ કામગીરી ચાલી રહી છે. દીવમાં ડ્રેજિંગ થઈ જતા ક્રુઝ અને રો રો ફેરી શરૂ થશે.
કોંગ્રેસે સ્ટીંગ ઓપરેશનનો વીડિયો કર્યો જાહેર, સોમા ગાંડાએ પૈસા લઈ રાજીનામું આપ્યું હોવાનો આક્ષેપ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રાઇમ
એસ્ટ્રો
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion