શોધખોળ કરો

ડૉ. અતુલ ચગ આત્મહત્યા કેસમાં નવો વળાંક, મૃતકના પુત્રએ ભાજપના સાંસદ વિરૂદ્ધ આપી અરજી, કહ્યું- અઢી કરોડ પરત ન આપ્યા....

રૂપિયાની ઉઘરાણી કરતા સમયે પોતે શાસકપક્ષના સાંસદ હોવાના નાતે જાનથી મારી નાંખવાની અને પુત્રના અપહરણની ધમકી અપાઈ હોવાની પણ ડૉકટરના પુત્રએ રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા વિરૂદ્ધ આરોપ લગાવ્યો છે.

વેરાવળઃ વેરાવળના ખ્યાતનામ તબીબ ડૉ. અતુલ ચગની આત્મહત્યા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. સાંસદ રાજેશ ચુડાસમા તથા સાંસદના પિતા નારણભાઈ ચુડાસમા વિરૂદ્ધ ફરિયાદ નોંધવા વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ડૉ. ચગના પુત્ર હિતાર્થ ચગે અરજી કરી છે.

પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં ડૉ. ચગની આત્મહત્યા પાછળ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા જવાબદાર હોવાના આરોપ સાથે તેમના વિરૂદ્ધ FIR નોંધવાની પણ અરજ કરાઈ છે. નારણભાઈ ચુડાસમાએ ડૉ. અતુલ ચગ પાસેથી બેથી અઢી કરોડ રૂપિયા ઉછીના લીધા બાદ પરત ન આપ્યાનો પણ આરોપ લગાવાયો છે. એટલું જ નહીં ઉછીના લીધેલા રૂપિયા સામે નારણભાઈએ આપેલા ચેક પણ પરત ફર્યા હોવાના પણ આરોપ લગાવાયા છે.

રૂપિયાની ઉઘરાણી કરતા સમયે પોતે શાસકપક્ષના સાંસદ હોવાના નાતે જાનથી મારી નાંખવાની અને પુત્રના અપહરણની ધમકી અપાઈ હોવાની પણ ડૉકટરના પુત્રએ રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા વિરૂદ્ધ આરોપ લગાવ્યો છે.

ડોકટરે આત્મહત્યા સમયે લખેલી સ્યુસાઈડ નોટ સાચી હોવાની તેમજ તે અક્ષર પણ ડૉકટર અતુલ ચગના જ હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરાયો છે. સાત પાનાની આ અરજી વેરાવળ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એટલે કે 17 ફેબ્રુઆરીના સાંજે 7 વાગ્યેને 10 મીનિટે ઈન્વર્ડ કરાઈ છે. આ મુદ્દે નારણભાઈ કે સાંસદ રાજેશ ચુડાસમાની કોઈ પણ પ્રકારની પ્રતિક્રીયા આવી નથી કે સંપર્ક થઈ શક્યો નથી.

તો બીજી તરફ લોહાણા સમાજના પ્રમુખે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યાં છે.તેમનું કહેવું છે કે ફરિયાદ આપ્યાંને કલાકો વિતી ગયા છે, ગંભીર ઘટના છે છતાં પોલીસ ફરિયાદ નથી નોઁધતી તે આશ્ચર્યની વાત છે.તો સાથે જ સમગ્ર લોહાણા સમાજ વતિ આરોપીની ધરપકડ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

12 ફેબ્રૂઆરીએ કર્યો હતો આપઘાત

વેરાવળના નામાંકિત ડૉ. અતુલ ચગે 12 ફેબ્રૂઆરીએ આપઘાત કરી લીધો હતો. પોલીસને ડૉ.ચગના મૃતદેહ પાસેથી એક ચીઠ્ઠી મળી હતી. આ ચીઠ્ઠીમાં નારણ ચુડાસમા અને રાજેશ ચુડાસમાના નામ લખવામાં આવ્યા હતા. આ ચીઠીમાં ડૉ.ચગે લખ્યુ હતુ કે, હું નારાણ ચુડાસમા અને રાજેશ ચુડાસમાના કારણે આપઘાત કરું છું. આ ચીઠી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જો કે, અત્યાર સુધી રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સમગ્ર પંઠકમાં રોષ જોવા મળી રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ

Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

Embed widget