(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના આ શહેરમાં બાઇક કે કારમાં બેસીને પણ લઈ શકાશે વેક્સીન, જાણો મોટા સમાચાર
રાજ્યમાં બુધવારે ૧૮થી ૪૫ વર્ષ સુધીના ૩૬,૨૨૬ વ્યક્તિઓને અને ૪૫થી ૬૦ વચ્ચેના ૩૦,૬૭૮ વ્યક્તિઓને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. ગઈકાલે ૬૫,૪૮૦ વ્યક્તિઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં ૧,૦૦,૯૧,૫૧૯ લોકોને રસીનો પહેલો ડોઝ અને ૨૭,૫૧,૯૬૪ દર્દીઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
કચ્છ: રાજ્યમાં 1 મેથી 18 વર્ષથી મોટા લોકોને રસી (Corona Vaccine) આપવાની શરૂઆત થઈ છે. આ દરમિયાન આજથી ભુજમાં ડ્રાઈવ થ્રૂ વેક્સીનેશનની શરૂઆત થઈ છે. લેઉવા પટેલ હોસ્ટેલના ગ્રાઉન્ડમાં ડ્રાઈવ થ્રૂ વેક્સીનેશનની (Drive Through Vaccination) શરૂઆત કરવામાં આવી છે. સવારે 8 થી 11 અને સાંજે 4 થી 7 કલાક એમ બે સ્લોટમાં વેક્સીનેશનની કામગીરી કરવામાં આવશે. બંને સ્લોટમાં 100-100 લોકોને રસી આપવામાં આવશે.
બુધવારે કચ્છમાં કોરોનાના નવા 173 કેસ નોંધાયા હતા અને 3 લોકોના મોત થયા હતા. જ્યારે 175 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. કુલ 3444 લોકોએ રસીકરણ કરાવ્યું છે.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
બુધવારે રાજ્યમાં નવાં ૧૨,૯૫૫ કેસ (Gujarat Corona Cases) અને ૧૩૩ મૃત્યુ નોંધાયા હતા. જો કે હાલ સમગ્ર રાજ્યમાંથી ફરિયાદ ઉઠી રહી છે કે ટેસ્ટિંગની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે. જેનાં કારણે પોઝિટિવ કેસોનો આંક નીચે આવ્યો હોય અને કેસોમાં કૃત્રિમ ઘટાડો નોંધાયો હોય તેવી શક્યતા છે. રાજ્યમાં અત્યારે ૧,૪૯,૧૨૪ એક્ટિવ કેસ છે, જે પૈકી ૭૯૨ દર્દીઓ વેન્ટિલેટર પર અને ૧,૪૭,૩૩૨ દર્દીઓ સ્ટેબલ છે. નવાં ૧૨,૯૫૫ કેસ સામે આજે ૧૨,૯૯૫ દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને કુલ ડિસ્ચાર્જનો આંક ૪,૭૭,૩૯૧ થયો છે.
રાજ્યમાં કેટલા લોકોએ લીધી રસી
રાજ્યમાં બુધવારે ૧૮થી ૪૫ વર્ષ સુધીના ૩૬,૨૨૬ વ્યક્તિઓને અને ૪૫થી ૬૦ વચ્ચેના ૩૦,૬૭૮ વ્યક્તિઓને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. ગઈકાલે ૬૫,૪૮૦ વ્યક્તિઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં ૧,૦૦,૯૧,૫૧૯ લોકોને રસીનો પહેલો ડોઝ અને ૨૭,૫૧,૯૬૪ દર્દીઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
આસારામની તબિયત વિશે મોટા સમાચાર, કઈ ગંભીર બિમાર થતાં હોસ્પિટલમાં કરવા પડ્યા દાખલ ?
Kerala Lockdown: દેશના વધુ એક રાજ્યએ લગાવ્યું લોકડાઉન, તાજેતરમાં યોજાઈ હતી ચૂંટણી