આસારામની તબિયત વિશે મોટા સમાચાર, કઈ ગંભીર બિમાર થતાં હોસ્પિટલમાં કરવા પડ્યા દાખલ ?
સ્વાસ્થ્ય લથડ્યા બાદ તેમને એમજીએચ કોવિડ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. આસારામનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આશરે 3 દિવસ પહેલા તેમને કોરોનાના લક્ષણો અનુભવાયા હતા અને ત્યાર બાદ તપાસ કરવામાં આવી હતી. બુધવારે સાંજે આસારામનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
જયપુરઃ દેશમાં આજે કોરોનાએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. આ દરમિયાન રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ આસારામની તબિયત લથડી છે. સ્વાસ્થ્ય લથડ્યા બાદ તેમને એમજીએચ કોવિડ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. આસારામનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આશરે 3 દિવસ પહેલા તેમને કોરોનાના લક્ષણો અનુભવાયા હતા અને ત્યાર બાદ તપાસ કરવામાં આવી હતી. બુધવારે સાંજે આસારામનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આસારામે બેચેની અનુભવાતી હોવાની ફરિયાદ કરી હતી. આસારામના કોરોનાના લક્ષણો વધે અને તે શ્વાસસંબંધી તકલીફ અનુભવે તે પહેલા જ જેલ પ્રશાસને તેમને હોસ્પિટલ મોકલી દીધા હતા. આસારામની તબિયત લથડ્યાના સમાચાર જાણીને તેમના અનેક સમર્થકો હોસ્પિટલ પર ઉમટી પડ્યા હતા.
અગાઉ પણ અનેક વખત આસારામને ખરાબ સ્વાસ્થ્યના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગત ફેબ્રુઆરી મહિનામાં ખરાબ તબિયતની ફરિયાદ બાદ તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દુષ્કર્મ કેસમાં દોષી ઠેરવાયેલા આસારામ નરબલિ, હત્યા જેવા અનેક ગંભીર કેસના આરોપી છે. એક સમયે તેમના દરબારમાં અનેક મોટી હસ્તિઓ હાજર રહેતી હતી અને તેમના લાખો અનુયાયી છે. પરંતુ 2013માં દુષ્કર્મ કેસમાં ફસાયા બાદ આસારામના ખરાબ દિવસો ચાલુ થયા છે.
હાલ રાજસ્થાનમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1,96,683 છે. જ્યારે 4,83,332 લોકો કોરોનાથી મુક્ત થઈ ગયા છે. રાજસ્થાનમાં કોરોનાથી કુલ 5021 લોકોના મોત થયા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,12,262 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3980 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,29,113 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 10 લાખ 77 હજાર 410
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 72 લાખ 80 હજાર 844
- કુલ એક્ટિવ કેસ - 35 લાખ 66 હજાર 398
- કુલ મોત - 2 લાખ 23 હજાર 168
ગુજરાતમાં કોરોનાના હોટ સ્પોટ બનેલા આ શહેરથી આવા રાહતના સમાચાર, હોસ્પિટલ બહારન જોવા મળી 108ની લાઈન
કોરોનાને કારણે નોકરી ગઈ ? આ રીતે કરી શકો છો કમાણી, જાણો ક્યા છે વિકલ્પ