Patan News: પીપળી હાઇવે પર ટ્રેલરમાં લાગી ભીષણ આગ, ડ્રાઇવર બળીને ખાક થતાં કમકમાટી ભર્યું મોત
પાટણના રાઘનપુરમાં એક દર્દનાક ઘટના બની છે અહીં પીપળી હાઇવે પર મોડી રાત્રે ટ્રેલરમાં લાગી આગ લાગતા, ડ્રાઇવર ટ્રેલરમાં જ જીવતા બળીને ખાક થઇ ગયા.
Patan News:પાટણના રાઘનપુરમાં એક દર્દનાક ઘટના બની છે અહીં પીપળી હાઇવે પર મોડી રાત્રે ટ્રેલરમાં લાગી આગ લાગતા, ડ્રાઇવર ટ્રેલરમાં જ જીવતા બળીને ખાક થઇ ગયા.
પાટણના રાઘનપુરમાં એક દર્દનાક ઘટના બની છે અહીં પીપળી હાઇવે પર મોડી રાત્રે ટ્રેલરમાં લાગી આગ લાગતા, ડ્રાઇવર ટ્રેલરમાં જ જીવતા બળીને ખાક થઇ ગયા.
પાટણના રાઘનપુરમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં પીપળી હાઇવે પર પર ટ્રેલરમાં ભીષણ આગ લાગી હતી અને ડ્રાઇવર તેની અંદર હોવાથી જીવતા બળી ગયાની ઘટના બની છે. ટ્રેલરમાં આગ લાગતા ડ્રાઇવર ટ્રેલર માં જ બળીને ખાખ થતા મોત નિપજ્યું છે. ટ્રેલર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત બાદ આગ લાગી હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. આ ટ્રેલર રાજસ્થાનથી આવી રહ્યું હતું.
ટ્રેલરમાં આગ લાગતા રાઘનપુર પાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવોનો પ્રયાસ કર્યો હતો. જો કે આ સમય દરમિયાન આગ વિકરાળ સ્વરૂપ લીધું હતું અને ડ્રાઇવર પણ આખોય બળીને ખાક થઇ ગયો હોવાથી દુર્ભાગ્યવશ જિંદગી ન બચાવી શકાય
અમદાવાદ: ગુરુદ્રારા પાસેના અંડરબ્રિજ પર અકસ્માત, ટ્રોલી બ્રીજ સાથે અથડાતા ઘટી દુર્ઘટના
અમદાવાદમાં ગુરૂદ્વારા પાસે અન્ડર બ્રીજ પર અકસ્માત સર્જાયો હતો. અહીં ટ્રેલરની ટ્રોલી બ્રિજ સાથે અથડાઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે, ટ્રોલી બ્રિજ સાથે અથડાતા ટ્રોલીનો ભાગ છુટો થઇ ગયો હતો. જો કે સદભાગ્યે કોઇ જાનહાનિ નથી થઇ
Crime News: સુરતના પાંડેસરામાં વિદ્યાર્થીનીની આત્મહત્યા, પોલીસે શરૂ કરી તપાસ
સુરતના પાંડેસરામાં વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના પાંડેસરા વિસ્તારમાં વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી. ધામીની મહાજન નામની યુવતીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. વિદ્યાર્થીની B.COMના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. જો કે આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે. વિદ્યાર્થીના માતા-પિતા વતન ગયા હતા. ત્યારે એકલતાનો લાભ લઈ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
મધ્યપ્રદેશના પ્રિતમ નગર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં અચાનક લાગી ભીષણ આગ
મધ્યપ્રદેશના પ્રિતમ નગર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. રતલામથી મહુ જતી ડેમો ટ્રેનમા આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. ટ્રેન નં. 09390માં આગ લાગી હતી. જો કે તાબડતોબ ફાયર ટીમે આગ બુઝાવવાની કવાયત હાથ ધરતા આગ પર કાબૂ મેળવાયો છે. કોઇ જાનિહાનિના હજુ સુધી અહેવાલ નથી. આગની ઘટનાની જાણ થતાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.