શોધખોળ કરો

Heart Attack: રાજકોટમાં હાર્ટ અટેકથી વધુ એકનું મૃત્યુ, 18 વર્ષિય આશાસ્પદ વિદ્યાર્થી અચાનક ઢળી પડ્યો

કોરોનાની મહામારી બાદ નાની વયે હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે રાજકોટમાં 18 વયના યુવકને હાર્ટ અટેક આવતા મોત થઇ ગયું.

Heart Attack Death: રાજકોટમાં વધુ એક આશાસ્પદ યુવક  ધબકાર ચૂકી ગયો. હાર્ટઅટેકના કારણે બાથરૂમમાં ઢળી પડતા  મિત  હિંડોચાનું મોત થયું છે.

Heart Attack Death:  રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે.  રાજકોટમાં વધુ એક 18 વર્ષના યુવાનનું હાર્ટ એટેકના કારણે અચાનક જ  મોત થતાં પરિવારના લોકો સ્તબ્ધ છે. છે. મિત હિંડોચાને બાથરૂમ હાર્ટ એટેક આવી જતાં.

તે બાથરૂમ જ ઢળી પડ્યો હતો. પરિવારના લોકોએ મિતને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડ્યો હતો પરંતુ દુર્ભાગ્યવશ તેમની જિંદગી ન બચાવી શકાય અને તબીબે તેમને મૃત જાહેર કર્યો. મિત મોરબી રોડ પર આવેલી સેટેલાઇટ ચોકમાં બોમ્બે સિલ્વર એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેતો હતો. અને મુંબઈ રહીને કોલેજમાં   અભ્યાસ કરતો હતો હાલ રજાઓ હોવાથી પરિવાર પાસે રાજકોટ આવ્યો હતો.  બે મહિનાની રજા પડતા યુવાન ચાર દિવસ પહેલા રાજકોટ આવ્યો હતો. આશાસ્પદ યુવાનનું મૃત્યુ થતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

નાની વયે હાર્ટ અટેક માટે સૌથી મોટા આ 5 કારણો જવાબદાર

Heart Attack in Younger Age: દેશ અને દુનિયામાં હાર્ટ એટેકના સતત વધી રહેલા કેસ ચિંતાનો વિષય બની રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. હાર્ટ એટેકના લક્ષણો પહેલા ચોક્કસ વયના લોકોમાં જોવા મળતા હતા, પરંતુ ધીરે ધીરે આ રોગ સામાન્ય બની રહ્યો છે અને નાની ઉંમરના લોકો એટલે કે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે.

એવું પણ માનવામાં આવે છે કે હાર્ટ એટેકનું કારણ તણાવ છે. આ તણાવમાંથી છુટકારો મેળવવા માટે આજના યુવાનો મોટાભાગે ધુમ્રપાન, ઊંઘની ગોળીઓ કે દારૂ જેવા વ્યસનોનો શિકાર બની રહ્યા છે. જે હૃદય સંબંધિત રોગોને વધુ પ્રોત્સાહન આપે છે. તો ચાલો જાણીએ આવા જ કેટલાક કારણો જે યુવાનોમાં હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધારી શકે છે.

વર્કનું પ્રેશર

આજના સમયમાં યુવાનો કામનું એટલું દબાણ લે છે કે આ પણ નાની ઉંમરમાં હાર્ટ એટેકનું કારણ બની શકે છે. આખો સમય કોમ્પ્યુટર કે ફોન પર કામમાં વ્યસ્ત રહેવું અને આહાર અને કસરતને અવગણવાથી હૃદયરોગનું જોખમ વધી શકે છે.

સ્મોકિંગ- શરાબ

કામના દબાણ અને તણાવને ઘટાડવા માટે, આજના યુવાનો ઘણીવાર ધૂમ્રપાન અથવા દારૂ પીવા તરફ આકર્ષાય છે. આ બંને વસ્તુઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક તો છે જ પરંતુ હાર્ટ એટેકનું મોટું કારણ પણ બની શકે છે.

મેદસ્વીતા

વધુ પડતી સ્થૂળતા શરીર માટે ઘાતક સાબિત થઈ શકે છે. આજના સમયમાં યુવાનોમાં જંક ફૂડનું ક્રેવિંગ વધુ જોવા મળે છે. કસરતનો અભાવ, સ્ટ્રેસ, આ બધી બાબતો તેમને સ્થૂળતા તરફ લઈ જઈ શકે છે. અને વધુ પડતી સ્થૂળતા હાર્ટ એટેકનું કારણ બની શકે છે.

જંક ફૂડનું સેવન

આપણી ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહારની આદતો આપણા આખા શરીર પર નકારાત્મક અસર કરે છે. યુવાનોમાં એવું જોવા મળે છે કે ફળો, શાકભાજી અને અનાજને બદલે તેઓ જંક ફૂડ, પેક્ડ ફૂડ અથવા રેડી ટુ ઈટ ફૂડ (ફાસ્ટ ફૂડ) પર વધુ આધાર રાખે છે. અને ખોરાક આપણા શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે. કારણ કે તેની સીધી અસર આપણા હૃદય પર પડી શકે

તણાવ

યુવાનોમાં હાર્ટ એટેકનું સૌથી સામાન્ય કારણ તણાવ છે. તણાવ શરીરને ઘણી રીતે અસર કરી શકે છે. તે હૃદયના ધબકારા પર અસર કરી શકે છે અને હાર્ટ એટેકનું કારણ બની શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget