શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Heavy Rain: જૂનાગઢમાં જળપ્રલય, બાર ઇંચ વરસાદ ખાબકતાં વાહનો રસ્તા પર તણાયા, જાણો શું છે શહેરની સ્થિતિ

જૂનાગઢમાં આકાશી સુનામી વરસતા ચારેય તરફ જળપ્રલયની સ્થિતિ છે. શહેરમાં 12 ઈંચ વરસાદથી જૂનાગઢ શહેરમાં ચારેય તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

Heavy Rain:જૂનાગઢમાં આકાશી સુનામી વરસતા ચારેય તરફ જળપ્રલયની સ્થિતિ છે. શહેરમાં 12 ઈંચ વરસાદથી જૂનાગઢ શહેરમાં ચારેય તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. મૂશળધાર વરસાદના કારણે જૂનાગઢમાં રસ્તા પર દરિયો વહી રહ્યો હોય તેવા દ્વશ્યો સર્જાયા છે.

મૂશળધાર વરસાદના કારણે  તમામ માર્ગો, બજારોમાં પાણી ભરાઇ જતાં  દુકાનો  જળમગ્ન બની હતી. જૂનાગઢમાં ભારે વરસાદના કારણે રસ્તા પર રમકડાની જેમ ગાડીઓ તરતા જ જોવા મળી હતી. મૂશળધાર વરસાદથી જૂનાગઢમાં ચારેય બાજુ પુરના પાણીથી હોનારત જેવા  દ્રશ્યો સર્જાયા હતા. શહેરને જોડતા તમામ માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. ભારે વરસાદના કારણે વેર હાઉસ, દુકાનો જળમગ્ન થઇ જતાં કરોડો રૂપિયાની નુકસાનીની આશંકા સેવાઇ રહી છે.

જૂનાગઢના ગિરનાર-દાતાર વિસ્તારમાં 16 ઈંચ વરસાદ ખાબકતા પશુઓ, વાહનો, લારીઓ પૂરના ધસમસતા પાણીમાં તણાઈ હતી. સક્કરબાગ નજીકની સોસાયટીમાં તો એક એક માળ ડુબી જાય તેટલુ પાણી ભરાતા ઘરવખરીને પણ પારાવાર નુકસાન થયું છે.

જૂનાગઢના મોતીબાગના એસટી વર્ક શોપમાં પાણી ભરાતા બસો જળમગ્ન બની છે. દીવાલ ધરાશાયી થતા ટાયરો અને ઓઈલના બેરલ પણ  તણાયા હતા. વાહન વ્યવહાર બંધ થતા બહાર જતા તમામ રૂટ પર એસટી બસો  રદ કરવામાં આવી છે.

વરસાદથી પૂરના પાણીમાં જૂનાગઢની જલારામ સોસાયટી નજીક સિનિયર સિટિઝન તણાયાનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો હતો. જો કે સદનસીબે બે સ્થાનિકો અને જૂનાગઢ પોલીસે સિનિયર સિટિઝનને જીવના જોખમે બચાવ્યા હતા. 

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 246 તાલુકામાં નોંધાયો વરસાદ 

  • છેલ્લા 24 કલાકમાં નવસારી તાલુકામાં 12 ઈંચ વરસાદ 
  • છેલ્લા 24 કલાકમાં નવસારીના જલાલપોરમાં સવા 11 ઈંચ વરસાદ 
  • છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેર, તાલુકામાં પોણા 10 ઈંચ વરસાદ 
  • છેલ્લા 24 કલાકમાં ભાવનગરના ઉમરાળામાં પોણા 8 ઈંચ વરસાદ 
  • છેલ્લા 24 કલાકમાં નવસારીના ખેરગામમાં સાડા 7 ઈંચ વરસાદ 
  • છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના મેંદરડામાં સવા 7 ઈંચ વરસાદ 
  • છેલ્લા 24 કલાકમાં દ્વારકાના ખંભાળીયામાં 7 ઈંચ વરસાદ 
  • છેલ્લા 24 કલાકમાં ભાવનગરના વલ્લભીપુરમાં સાડા 6 ઈંચ વરસાદ 
  • છેલ્લા 24 કલાકમાં નવસારીના ગણદેવીમાં સાડા 6 ઈંચ વરસાદ 
  • છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના વિસાવદરમાં સવા 6 ઈંચ વરસાદ 
  • છેલ્લા 24 કલાકમાં ભરૂચના વાગરામાં પોણા 6 ઈંચ વરસાદ 
  • છેલ્લા 24 કલાકમાં બોટાદ તાલુકામાં સવા 5 ઈંચ વરસાદ 
  • છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં પાંચ ઈંચ વરસાદ 
  • છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના કેશોદમાં પાંચ ઈંચ વરસાદ 
  • છેલ્લા 24 કલાકમાં ભાવનગરના મહુવામાં પોણા પાંચ ઈંચ વરસાદ 
  • છેલ્લા 24 કલાકમાં વલસાડના ધમરપુરમાં સાડા ચાર ઈંચ વરસાદ 
  • છેલ્લા 24 કલાકમાં અમદાવાદના સાણંદમાં સાડા ચાર ઈંચ વરસાદ 
  • છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના વંથલીમાં સવા ચાર ઈંચ વરસાદ 
  • છેલ્લા 24 કલાકમાં નવસારીના ચીખલીમાં સવા ચાર ઈંચ વરસાદ 
  • છેલ્લા 24 કલાકમાં ગાંધીનગરના દેહગામમાં ચાર ઈંચ વરસાદ 
  • છેલ્લા 24 કલાકમાં વલસાડના પારડી, વાપીમાં ચાર ઈંચ વરસાદ 
  • છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડા, ઉમરગામમાં પોણા ચાર ઈંચ વરસાદ 
  • છેલ્લા 24 કલાકમાં તાપીનો ડોલવણ અને વાલોડમાં પોણા ચાર ઈંચ વરસાદ 
  • છેલ્લા 24 કલાકમાં સુરતના ચોર્યાસીમાં પોણા ચાર ઈંચ વરસાદ 
  • મહુવા, દસાડા, વીરપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ 
  • કરજણ, ભાવનગર, બાબરા, બરવાળામાં સવા ત્રણ ઈંચ વરસાદ 
  • લિલિયા, ગીર ગઢડા, કોટડાસાંગાણીમાં પોણા ત્રણ ઈંચ વરસાદ 
  • જામનગર, ઉના, કુતિયાણામાં પોણા ત્રણ ઈંચ વરસાદ 
  • બોરસદ, લિંબડી, સુઈગામ, માંડવી, રાપરમાં અઢી ઈંચ વરસાદ 
  • અમરેલી, ચૂડા, લખતર, પાલિતાણામાં અઢી ઈંચ વરસાદ 
  • પલસાણા, મહુધા, જામકંડોરણા, જોટાણામાં સવા બે ઈંચ વરસાદ 
  • વડીયા, લોધિકા, વ્યારા, કપડવંજમાં સવા બે ઈંચ વરસાદ 
  • જોડીયા, કોડીનારા, હાંસોટ, સંતરામપુરમાં એક એક ઈંચ વરસાદ 
  • વિરમગામ, દાહોદ, અમીરગઢમાં એક એક ઈંચ વરસાદ 
  • મોરવાહડફ, ભેંસાણ, લુણાવાડામાં એક એક ઈંચ વરસાદ 
  • 36 તાલુકામાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ 
  • 19 તાલુકામાં વરસ્યો સવા ઈંચથી વધુ વરસાદ 
  • 20 તાલુકામાં નોંધાયો એક ઈંચથી વધુ વરસાદ 

      

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
Embed widget