(Source: ECI/ABP News/ABP Majha)
Vadodara Rain: ભારે વરસાદના કારણે વડોદરા જિલ્લામાં 1000 લોકોનું સ્થળાંતર, 11 ગામ એલર્ટ પર, ગરુડેશ્વર હાઈવે પાણીમાં ગરકાવ
વડોદરાના કરજણમાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. પુરા ગામના તમામ લોકોને અન્ય સ્થળે ખસેડાયા છે. તો કોઠીયા ગામે માછીમારની નાવડી પલટી જતાં માછીમાર લાપતા થયા છે.
Vadodara Rain:રાજયમાં ફરી ચોમાસુ સક્રિય થયું છે. ત્યારે ભારે વરસાદના કારણે નર્મદા ડેમનું સતત જળસ્તર વધી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા કેટલાક નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
વડોદરા ના કરજણ તાલુકાના 11 જેટલા ગામોમાં નર્મદાના પાણીની અસરને લઈ 1000 ઉપરાંત લોકોનું પશુધન સાથે સલામત સ્થળે સ્થળાંત કરવામાં આવ્યુ છે.
વડોદરાના કરજણમાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. પુરા ગામના તમામ લોકોને અન્ય સ્થળે ખસેડાયા છે. ઉપરાંત આલમપુરા, લીલીપુરા, દિવાબેટ સહિતના ગામોમાં પણ સ્થળાંતરની કામગીરી ચાલી રહી છે. કોઠીયા ગામે માછીમારની નાવડી પલટી જતાં માછીમાર લાપતા થયા છે. ...
તો બીજી તરફ પવન સાથે વરસેલા વરસાદથી ડભોઈના પટેલવાગા વિસ્તારમાં કાચુ મકાન ધરાશાયી થયું છે. મકાન માલિક સહિત પરિવારના ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. મકાન તૂટી પડતાં મકાન પાસે પાર્ક કરેલા વાહનોનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો છે.
બીજી તરફ નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ગરુડેશ્વર હાઈવે પાણીમાં ગરકાવ થઇ જતાં રસ્તો બ્લોક થઇ ગયો છે. ગરૂડેશ્વરથી રાજપીપળા જવાનો રસ્તો બંધ થતાં વાહનચાલકો રસ્તા પર અટવાયા હતા. જિલ્લા પોલીસ વડા સહિત પોલીસનો મોટો કાફલો રસ્તા પર ઉતર્યો હતો અને ટ્રાફિકને ક્લિયર કર્યો હતો.
નર્મદા નદીમાં મધરાત્રે પાણીની આવક વધતા સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી કરનાળી મંદિર પરિસરમાં પાણી ભરાઇ ગયા છેય વડોદરાના ડભોઈમાં કરનાળી ગામમાં પણ પાણી ઘુસી જતાં જનજીવન પ્રભાવિત થયુ છે. નદેરિયાં ગામે નીચાણ વાળા વિસ્તારમાં કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.બ્રિજ ઉપર પાણી ફરી વળતા રસ્તો પણ બંધ કરી દેવાયો છે.
આ પણ વાંચો
Gujrat Rain Forecast: રાજયના આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
Rain Forecast : ગુજરાતમાં કેટલા દિવસ સુધી હજું પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી