શોધખોળ કરો

ઘન કચરાના વ્યવસ્થાપન થકી ‘કચરામાંથી કંચન’ બનાવતું વડોદરાનું દુમાડ ગામ 

નાની વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોમાં આ કામગીરી સુપેરે પાર પાડવામાં સફળતા મળે છે અને આનું ઉત્તમ ઉદાહણ પૂરું પાડે છે વડોદરાની દુમાડ ગ્રામ પંચાયત દ્વારા પુરુ પાડવામાં આવ્યું છે. 

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને સફળ બનાવવા અને ગુજરાતને વધુ સુંદર અને સ્વચ્છ રાજ્ય બનાવવાના ઉદ્દેશ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ અભિયાનને જનભાગીદારીથી વધુ બે મહિના સુધી વ્યાપકપણે આગળ ધપાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્યમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે ગામડાઓમાં સરસ કામગીરી થઈ રહી છે. નાની વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોમાં આ કામગીરી સુપેરે પાર પાડવામાં સફળતા મળે છે અને આનું ઉત્તમ ઉદાહણ પૂરું પાડે છે વડોદરાની દુમાડ ગ્રામ પંચાયત દ્વારા પુરુ પાડવામાં આવ્યું છે. 

વડોદરા તાલુકાની દુમાડ ગ્રામ પંચાયત ઘન કચરાના વ્યવસ્થાપન માટે એવી ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે કે, જે રાજ્યના અન્ય ગામો માટે પણ પ્રેરણાદાયક છે. ગામમાં સીએસઆર તથા ‘કચરે સે આઝાદી ફાઉન્ડેશન’ દ્વારા 1 એપ્રિલ, 2019થી આ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને એપ્રિલ-2021થી આ કાર્ય ગ્રામ પંચાયત દ્વારા ઉપાડી લેવામાં આવ્યું. ત્યારથી ગ્રામ પંચાયત દ્વારા ફાળવેલ જગ્યામાં ઘન કચરા વ્યવસ્થાપનનું આ કાર્ય સુચારુ રીતે કરવામાં આવી રહ્યું છે, તેમજ કામદારોને આ માટેનું મહેનતાણું પણ ચૂકવવામાં આવે છે.

ઘન કચરા વ્યવસ્થાપનના આ કાર્ય અને સ્વચ્છતા બાબતે લોકોનો સહકાર મળી રહે તે હેતુસર જાગૃતિના કાર્યો કરવામાં આવ્યા અને લોકોને સૂકા અને ભીના કચરાને કઈ રીતે અલગ રાખવો તેની સમજ પૂરી પાડવામાં આવી. તેથી ગ્રામજનોમાં જાગૃતિ આવી છે. ગામના દરેક ઘર પાસેથી ઘરેલુ સ્તરે લીલા અને સૂકા કચરાનું વિભાજન કરવામાં આવે છે અને ગામના 1380થી વધુ કુટુંબો પાસેથી લીલો અને સૂકો કચરો એકત્રિત કરવામાં આવે છે.

ગામમાં વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ દ્વારા કચરામાંથી બનાવાય છે ખાતર

ગ્રામ પંચાયત દ્વારા એકત્ર કરાયેલ કચરામાંથી લીલા અને સૂકા કચરાનું પરિવહન પણ અલગ અલગ કરવામાં આવે છે. આ કચરાને વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ પર લાવવામાં આવે છે કે જ્યાં લીલા કચરાને રૉકેટ કમ્પોસ્ટરમાં નાખી તેમાં બૅક્ટેરિયલ કલ્ચર ઉમેરી ૩૦ દિવસ રાખી કમ્પોસ્ટ પીટમાં ભરવામાં આવે છે. ત્યારબાદ કમ્પોસ્ટ થઇને પ્રવાહી અને સૂકા ખાતરનું નિર્માણ થાય છે. કમ્પોસ્ટ પીટમાં તૈયાર થયેલ આ ઓર્ગેનિક ઘન અને પ્રવાહી ખાતરને ગામના ખેડૂતોને વહેંચવામાં આવે છે.

ઘન કચરાના વ્યવસ્થાપન થકી ‘કચરામાંથી કંચન’ બનાવતું વડોદરાનું દુમાડ ગામ 

પ્લાસ્ટિક કચરામાંથી ઈંટ-બાંકડા બનાવાય છે

ગ્રામ પંચાયત દ્વારા સૂકા કચરામાંથી પ્લાસ્ટિકના કચરાને સાત કૅટેગરીમાં વિભાજિત કરવામાં આવે છે. આ પ્લાસ્ટિક કચરાને બેલીંગ મશીનમાં નાખી તેનું વોલ્યુમ ઓછું કરીને તેને આણંદ અને અમદાવાદ ખાતે આવેલ કંપનીમાં મોકલવામાં આવે છે કે જ્યાં આ કંપની દ્વારા તેમાંથી બાંકડા અને ઇંટો તૈયાર કરવામાં આવે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Assembly Elections 2024 Live: મુકેશ અંબાણીએ મુંબઈમાં પરિવાર સાથે મતદાન કર્યું, જાણો 3 વાગ્યા સુધીમાં કેટલું થયું વોટિંગ
Assembly Elections 2024 Live: મુકેશ અંબાણીએ મુંબઈમાં પરિવાર સાથે મતદાન કર્યું, જાણો 3 વાગ્યા સુધીમાં કેટલું થયું વોટિંગ
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anand Crime: બોરસદમાં ચોરી કરવા આવેલા તસ્કરોએ ખાલી હાથે ભાગવું પડ્યું... Watch VideoDahod:આધાર અને રેશનકાર્ડ અપડેટ માટે દાહોદમાં લાગી લાંબી લાઈન| Abp AsmitaVadodara Crime: સતત બીજા દિવસે ઘર પર પથ્થર મારો અને ઝીંકાઈ સોડાની બોટલ | Abp AsmitaParag Shah:હિંદુઓ જાગી ગયા છે..મહારાષ્ટ્ર સરકાર તો મહાયુતિ જ બનાવી રહી છે..

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Assembly Elections 2024 Live: મુકેશ અંબાણીએ મુંબઈમાં પરિવાર સાથે મતદાન કર્યું, જાણો 3 વાગ્યા સુધીમાં કેટલું થયું વોટિંગ
Assembly Elections 2024 Live: મુકેશ અંબાણીએ મુંબઈમાં પરિવાર સાથે મતદાન કર્યું, જાણો 3 વાગ્યા સુધીમાં કેટલું થયું વોટિંગ
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
Grahan 2025: વર્ષ 2025માં ક્યારે થશે સૂર્ય અને ચંદ્રગ્રહણ, અહીં જાણો તારીખ અને સમય
Grahan 2025: વર્ષ 2025માં ક્યારે થશે સૂર્ય અને ચંદ્રગ્રહણ, અહીં જાણો તારીખ અને સમય
પેન્શનધારકોને લાઇફ સર્ટિફિકેટ માટે ધક્કા ખાવા નહી પડે, ઘરે બેઠા મળશે સુવિધા
પેન્શનધારકોને લાઇફ સર્ટિફિકેટ માટે ધક્કા ખાવા નહી પડે, ઘરે બેઠા મળશે સુવિધા
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Embed widget