શોધખોળ કરો

ગુજરાતના આ શહેરમાં ફરી એકવાર ધરા ધ્રુજી, કેટલી તીવ્રતાનો આવ્યો ભૂંકપનો આંચકો? જાણો

ફરી એકવાર ભૂંકપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. નોંધનીય છે કે, ગઈ કાલે રાતે પણ અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ ભૂંકપનો આંચકો આવ્યો હતો.

અમદાવાદઃ આજે બપોરે 12:57 વાગે ફરી એકવાર કચ્છમાં ભૂંકપનો આંચકો આવ્યો હતો. કચ્છમાં 4.6ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. ભચાઉ નજીક એપી સેન્ટર નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે. ફરી એકવાર ભૂંકપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. નોંધનીય છે કે, ગઈ કાલે રાતે પણ અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ ભૂંકપનો આંચકો આવ્યો હતો. ગઈ કાલે રાત્રે રાત્રે 8.13 વાગ્યે અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગુજરાતમાં 5.3 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છના ભચાઉથી 13 કિમી દૂર ભૂકંપનું એપી સેંટર નોંધાયું છે. ભૂકંપના કારણે ક્યાંક મકાનોમાં તિરાડ પડી તો ક્યાંક મકાનની છત તૂટી પડી છે. ત્યારે 5.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા પછી કચ્છના રાપર અને ભચાઉ વિસ્તારમાં આફ્ટરશોક્સ વધ્યા છે. મોટા આંચકા બાદ 11 આફ્ટર શોક્સ આવ્યા હતા. જે 1.4થી લઈ 3.7ની તીવ્રતાના આફ્ટર શોક્સ આવ્યા હતા. 14મી જૂન મધ્યરાત્રિથી 15 જૂન વહેલી સવાર ચાર વાગ્યા સુધીમાં જ લગભગ બે કલાકમાં જ પાંચ આફ્ટર શોક્સ નોંધાયા હતા. પાંચમાંથી ત્રણ આફ્ટર શોક્સનું એપી સેન્ટર ભચાઉની આસપાસ હતું. ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છ અને પાટણના કલેક્ટર સાથે ફોન પર વાત કરી હતી. કચ્છના અંજારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જામનગર પંથકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જામનગરમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ISRના જણાવ્યા મુજબ 5.3 રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છમાં આજે આવેલા ભૂકંપના બંને આંચકા વહેલી સવારે આવ્યા હતા, પણ રવિવારે રાત્રે આવેલા 5.3ની તીવ્રતાની સરખામણીમાં તેમની તીવ્રતા અત્યંત ઓછી હતી. સત્તાવાર રીતે મળેલી માહિતી પ્રમાણે સોમવારે વહેલી સવારે એક જ મીનીટના ગાળામાં બે આંચકા આવ્યા હતા. સોમવારે વહેલી સવારે 1.45 વાગ્યે પહેલો આંચકો અનુભવાયો હતો કે જે 1.7 ની તીવ્રતાનો હતો જ્યારે એક મિનિટ પછી એટલે કે સવારે 1.46 વાગ્યે બીજો આંચકો અનુભવાયો હતો કે જે 1.6 ની તીવ્રતાનો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની આગાહી: 21 જુલાઈથી રાજયના આ જિલ્લામાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: 21 જુલાઈથી રાજયના આ જિલ્લામાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ
Gujarat Rain: ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ, એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતા 70 તાલુકાઓમાં વરસાદ, કામરેજમાં સૌથી વધુ ખાબક્યો
Gujarat Rain: ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ, એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતા 70 તાલુકાઓમાં વરસાદ, કામરેજમાં સૌથી વધુ ખાબક્યો
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
Dahod News: ઝાલોદમાં સામૂહિક આત્મહત્યાથી અરેરાટી, 23 વર્ષીય માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું
Dahod News: ઝાલોદમાં સામૂહિક આત્મહત્યાથી અરેરાટી, 23 વર્ષીય માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ
Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
અંબાલાલ પટેલની આગાહી: 21 જુલાઈથી રાજયના આ જિલ્લામાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: 21 જુલાઈથી રાજયના આ જિલ્લામાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Weather Update Today 17 July: UP-બિહાર સહિત 12 રાજ્યોમાં IMDનું ભારે વરસાદનું એલર્ટ, જાણો આજનું હવામાન
Weather Update Today 17 July: UP-બિહાર સહિત 12 રાજ્યોમાં IMDનું ભારે વરસાદનું એલર્ટ, જાણો આજનું હવામાન
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Share market today July 17: એશિયાઈ બજારોમાં હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારે બતાવ્યો દમ, સેન્સેક્સ-નિફ્ટી વધ્યા
Share market today July 17: એશિયાઈ બજારોમાં હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારે બતાવ્યો દમ, સેન્સેક્સ-નિફ્ટી વધ્યા
રોહિત શર્માની કરિયર ખતમ કરવાની તૈયારી? 2027 વર્લ્ડ કપમાંથી બહાર કરવા પાછળના આ છે 3 મોટા કારણો
રોહિત શર્માની કરિયર ખતમ કરવાની તૈયારી? 2027 વર્લ્ડ કપમાંથી બહાર કરવા પાછળના આ છે 3 મોટા કારણો
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન ફરી એક્ટિવ, આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન ફરી એક્ટિવ, આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
Embed widget