શોધખોળ કરો
Advertisement
વહેલી સવારે ગુજરાતના આ જિલ્લામાં 1.4ની તીવ્રતાનો આવ્યો ભૂંકપનો આંચકો, જાણો એપી સેન્ટર ક્યાં નોંધાયું?
એક બાજુ ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલે છે ત્યાં બીજી બાજુ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે જોકે આજે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના બલોલ ગામે ધરા ધ્રુજી હતી. 1.4ની તીવ્રતાથી વહેલી સવારે ધરા ધ્રુજી હતી
મહેસાણા: એક બાજુ ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલે છે ત્યાં બીજી બાજુ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે જોકે આજે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના બલોલ ગામે ધરા ધ્રુજી હતી. 1.4ની તીવ્રતાથી વહેલી સવારે ધરા ધ્રુજી હતી.
મહેસાણાના બલોલ ગામે આજે વહેલી સવારે ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. 1.4ની તીવ્રતાથી વહેલી સવારે ધરા ધ્રુજી હતી. મહેસાણા તુલાકામાં પ્રથમ વાર ભૂંકપનું એપી સેન્ટર નોંધાયું હતું. આજે વહેલી સવારે 3 કલાકે 6 મીનિટે મહેસાણાથી 16 કિલોમીટર દૂર ભૂંકપનો હળવો આંચકો અનુભવાયો હતો.
મહેસાણા તાલુકો પ્રથમ વખત એપી સેન્ટર બન્યો હતો. લોકો ભર ઊંઘમાં હતાં ત્યારે મહેસાણાના બલોલ ગામે ધરા ધ્રુજી હતી.
નોંધનીય છે કે, છેલ્લા 5 દિવસમાં ધરોઈ નજીક 3 વખત ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. ગત 5 જૂને બપોરે 1 કલાકને 6 મીનિટે ધરોઈથી 14 કિલોમીટર દૂર 1.4ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. તે સમયે જમીન સ્તરથી 3 કિલોમીટર અંદર એપી સેન્ટર રહ્યું હતું.
આ ઉપરાંત તારીખ 6 જૂને સવારે 10 કલાકને 13 મીનિટે ધરોઈથી 20 કિલોમીટર દૂર 1.4ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. જે જમીન સ્તરથી 14.4 કિલોમીટર અંદર એપી સેન્ટર રહ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
દેશ
અમદાવાદ
Advertisement