શોધખોળ કરો
Advertisement
વલસાડના ધરમપુરમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
વલસાડના ધરમપુરમાં 3.11 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપના આંચકાની તીવ્રતા 2.8 છે. ભૂકંપ અનુભવાતા લોકો ઘર અને ઓફીસની બહાર નીકળ્યા હતા.
વલસાડ: વલસાડના ધરમપુરમાં 3.11 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપના આંચકાની તીવ્રતા 2.8 છે. ભૂકંપ અનુભવાતા લોકો ઘર અને ઓફીસની બહાર નીકળ્યા હતા. નવસારી ડાંગ અને વલસાડ આ ત્રણ જિલ્લાઓમાં અવાર નવાર ધરતીકંપના આંચકાઓ અનુભવાયા કરે છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.
વલસાડ જિલ્લામાં આજે 2.8ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ધરમપુર વિસ્તારમાં વહેલી સવારે એક હળવો આંચકો અનુભવાયો હતો. હાલ 3.11 કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ છે. ધરમપુરનાં આસુર તેમજ બામટી વિસ્તારમાં આ આંચકાઓ અનુભવાયા હતા. ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડના કલેક્ટરે ટ્વીટ કરીને ભૂકંપના હળવા આંચકાને કારણે લોકોને નહી ગભરાવા માટેની સલાહ આપી છે.Earthquake of Mag: 2.8 Date: 13-12-2019, Time: 03:11 PM IST, Latitude: 20.511 N Longitude: 73.167 E, Depth: 10 Km, Region: 27 Km ESE from Valsad.(Source: ISR) ધરમપુર તાલુકામાં ધરતીકંપના હલવા કંમ્પન નોધાયેલ છે ચિંતા નુ કોઈ કારણ નથી #Valsad @CKharsan @InfoValsadGoG @pkumarias
— Collector Valsad (@collectorvalsad) December 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement