શોધખોળ કરો
Advertisement
કચ્છ-સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા યથાવત, કચ્છમાં 2.2 અને સૌરાષ્ટ્રમાં 1.9ની તીવ્રતાનો નોંધાયો ભૂકંપ
કચ્છમાં ગઈકાલે મોડી રાત્રે બે વાગ્યાને ત્રણ મીનિટે 2.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. ભૂકંપનું કેંદ્ર બિંદુ ભચાઉથી 21 કિમી દૂર નોંધાયું હતું.
કચ્છ: સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભૂકંપના આંચકા યથાવત છે. મોડી રાતથી કચ્છમાં ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. ભચાઉ અને દુધઈ નજીક કેંદ્રબિંદુ નોંધાયું હતું. ગોંડલ નજીક પણ મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
કચ્છમાં ગઈકાલે મોડી રાત્રે બે વાગ્યાને ત્રણ મીનિટે 2.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપનું કેંદ્ર બિંદુ ભચાઉથી 21 કિમી દૂર નોંધાયું હતું. જ્યારે ભૂકંપનો બીજો આંચકો સવારે 8 વાગ્યેને 18 મીનિટે નોંધાયો હતો જેની તીવ્રતા 4.1ની હતી. કચ્છના અનેક વિસ્તારોમાં આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.લોકો ઘર બહાર દોડી ગયા હતાં.
કચ્છમાં સવારે આંચકો નોંધાયો હતો તેનું કેંદ્ર બિંદુ ભચાઉથી 12 કિમી દૂર નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં પણ રાત્રીના 12 વાગ્યેને 12 મીનિટે કંપન અનુભવાયું હતું. સૌરાષ્ટ્રમાં ભૂકંપની તીવ્રતા 1.9 નોંધાઈ હતી. ભૂકંપનું એપી સેંટર ગોંડલથી 17 કિમી દૂર નોંધાયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
અમદાવાદ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion