(Source: ECI/ABP News/ABP Majha)
Earthquake: સાવરકુંડલા તાલુકાનું મીતીયાળા ગામ જ્યાં એક માસમાં 13 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા
સાવરકુંડલા તાલુકાના ગીરકાંઠાનું મીતીયાળા ગામ હાલ ભયના ઓથાર નીચે જીવી રહ્યું છે કારણ કે અહીં દિવસ કે રાત્રિ દરમિયાન ગમે ત્યારે ભૂકંપના નાના-મોટા આચકાઓ આવી રહ્યા છે.
અમરેલી: સાવરકુંડલા તાલુકાના ગીરકાંઠાનું મીતીયાળા ગામ હાલ ભયના ઓથાર નીચે જીવી રહ્યું છે કારણ કે અહીં દિવસ કે રાત્રિ દરમિયાન ગમે ત્યારે ભૂકંપના નાના-મોટા આચકાઓ આવી રહ્યા છે. સાવરકુંડલા તાલુકાનું મીતીયાળા ગામ મીતીયાળા અભ્યારણ તરીકે જાણીતું છે. ગામના સ્થાનિકો જણાવી રહ્યા છે છેલ્લા બે વર્ષથી ભૂકંપના નાના મોટા આંચકા અનુભવી રહ્યા છે. ગામ લોકો ભયના ઓથાર નીચે જીવે છે. ગત ઉનાળાથી ભૂકંપના આંચકા ચાલુ થયાં છે. ગામની નજીક જ સોનીયો ડુંગર તરીકે જાણીતું એક ડુંગર આવેલો છે. મોટાભાગના લોકો એવું કહી રહ્યા છે કે ડુંગરના તળમાં કોઈ હલચલ થઈ રહી છે કારણ કે ભૂકંપની શરૂઆત પણ આ દિશાથી થતી જોવા મળે છે.
આ ગામમાં 50 ટકા જેટલા મકાનો કાચા છે લોકોના મકાનને ધરતી કંપના કારણે મકોનોની દીવાલોમાં તિરાડો પડવા લાગી છે પરંતુ એક માસથી સતત ભૂકંપના નાના-મોટા આંચકાઓ ગામ લોકો અનુભવી રહ્યા છે ત્યારે ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભૂકંપ આવે એટલે ગામ લોકોને ઘર માંથી બહાર નીકળવું પડે છે. નાના મોટા તમામ લોકોને ભૂકંપનો ભય સતાવી રહ્યો છે.
ગામના સરપંચ જણાવી રહ્યા છે કે ગામની વસ્તી 1700 થી 1800 ની છે. ગામની ચારે બાજુ ડુંગરની હારમાળા જોવા મળે છે. છેલ્લા બે વર્ષથી ભૂકંપના આંચકા અનુભવાય રહ્યા છે પરંતુ છેલ્લા એક માસમાં 13 જેટલા ભૂકંપના નાના-મોટા આંચકા આવી ગયા છે અનેક વખત તંત્રને રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી તપાસ નથી થઈ તેવું સરપંચ જણાવી રહ્યા છે. ભૂકંપના આંચકા આવી રહ્યા છે તે કયા કારણેથી આવે છે તે તપાસનો વિષય છે. તંત્ર દ્વારા આ બાબતે તપાસ કરાવવામાં આ તે જરૂરી છે.
Gujarat Weather: ઠંડીમાં ઠુઠવાવા રહો તૈયાર, હવામાન વિભાગે કરી છે આવી આગાહી
ગુજરાતમાં હાલ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આ દરમિયાન આજે હવામાન વિભાગે આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં ઘટડો થશે. હવામાન વિભાગે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી કરી છે. મધ્ય,ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે અને 5 દિવસ બાદ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે. ત્રણ દિવસ બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. બંગાળની ખાડીમાં લો પ્રેશરની સાથે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ કાર્યરત થઇ છે. જેના કારણે રાજ્યનાં કેટલક વિસ્તારોમાં 11થી 15 ડિસેમ્બર દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે.
ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં ઉપરાઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. આ ઉપરાંત હાલમાં બંગાળની ખાડીના પૂર્વ વિસ્તારમા લોપ્રેશર પણ સક્રિય થઈ રહ્યું છે. જેના અસપરૂપે રાજ્યમાં માવઠું થવાની શક્યતા રહેલી છે. બંગાળની ખાડીમાં સક્રિય થનારી આ સિસ્ટમ આગામી દિવસોમાં સૂસવાટાભેર પવનો પણ ફૂંકાઇ શકે છે.