સરકારી શાળામાં અંગ્રેજી માધ્યમ પર ભાર, સરકારી પ્રાથમિક સ્કૂલો શરુ કરવા કવાયત
પ્રાથમિક શિક્ષણ વિભાગે તમામ DPO અને કોર્પોરેશન સ્કૂલોના શાસનાધિકારીઓને પરિપત્ર કરીને પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓની વિગતો મંગાવી છે.
ગુજરાતમાં અંગ્રેજી માધ્યમની નવી સરકારી પ્રાથમિક સ્કૂલો શરુ કરવા કવાયત શરુ કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં કોરોનાને પગલે વાલીઓની આર્થિક સ્થિતિ ખોરવાતા ખાનગી અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાંથી સરકારી સ્કૂલોમાં મોટી સંખ્યામાં પ્રવેશ થયા છે. પરંતુ બીજી બાજુ રાજ્યમાં સરકારી અંગ્રેજી માધ્યમની સ્કૂલોની સંખ્યા ખૂબ જ ઓછી છે ત્યારે સરકારે હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અંગ્રેજી માધ્યમની નવી સરકારી પ્રાથમિક સ્કૂલો શરુ કરવા માટે કવાયત હાથ ધરી છે.
જે અંતર્ગત પ્રાથમિક શિક્ષણ વિભાગે તમામ DPO અને કોર્પોરેશન સ્કૂલોના શાસનાધિકારીઓને પરિપત્ર કરીને પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓની વિગતો મંગાવી છે. છેલ્લા બે વર્ષમાં ખાનગી સ્કૂલોમાંથી કોર્પોરેશનની સ્કૂલોમાં પ્રવેશ લેનારા હજારો વિદ્યાર્થીઓ છે અને આ ઉપરાંત જિલ્લાની ગ્રામ્ય સરકારી સ્કૂલો તેમજ અન્ય જિલ્લાની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં પણ ખાનગી સ્કૂલોમાંથી હજારો બાળકોના પ્રવેશ થયા છે. ખાસ કરીને કોર્પોરેશનની અને જીલ્લા પંચાયત હેઠળની અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં પ્રવેશ માટે ભારે ડિમાન્ડ છે. જેને પગલે સરકારે રાજ્યમાં નવી સરકારી અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૃ કરવા માટે કવાયત હાથ ધરવામા આવી છે.
સોમ-મંગળ મંત્રીઓને હાજર રહેવા સૂચના
રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે એક મહત્વનો નિર્ણય કરીને સૂચના આપી છે કે રાજ્ય કેબિનેટના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓએ સોમવારે મંગળવારે અને બુધવારે તેમની ઓફિસ છોડવાની નથી. જાહેર જનતા અને પ્રજાના પ્રતિનિધિઓ એવા સંસદસભ્યો અને ધારાસભ્યોને મળવાનું રહેશે. તેમણે પ્રજાના પ્રતિનિધિઓને અપમાન નહીં કરવા તેમજ તેમને બહાર બેસાડી નહીં રાખવા પણ આદેશ કર્યો છે.
રાજેંદ્ર ત્રિવેદીએ જણાવ્યું કે સપ્તાહના બે દિવસો દરમિયાન કોઈ બેઠકો, મીટીંગ કે અન્ય કાર્યક્રમો નહીં યોજવા મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રીમંડળની પ્રથમ કેબિનેટની બેઠકમાં સૂચના આપી છે. રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાંથી સચિવાલયમાં પોતાના કામો, રજૂઆતો માટે આવસા સામાન્ય નાગરિકોને રાજ્ય સરકારના મંત્રીઓએ અને અધિકારીઓએ સોમવાર, મંગળવારે અને બુધવારે મુલાકાત માટેનો સમય ફાળવવાનો રહેશે. આ નિર્ણયનો ત્વરીત અમલ કરવાનો રહેશે. એટલુ જ નહીં પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે જે અધિકારી સરકારના આદેશનું પાલન નહીં કરે તેની સામે પગલા લેવાનું પણ વિચારવામાં આવશે.