શોધખોળ કરો

ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્યોગ સાહસિકોનું સન્માન, ₹3600 કરોડથી વધુના લાભોનું વિતરણ, ગુજરાતની ઔદ્યોગિક ક્રાંતિને વેગ!

GIDCના ₹ 480 કરોડના 5 પ્રોજેક્ટ્સનું ઇ-લોકાર્પણ અને ₹ 250 કરોડની ખનીજ કિંમતના માઇનિંગ લીઝ મંજૂર.

Entrepreneurship Award Gandhinagar: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા ‘ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમ’ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા અને રાજ્યના ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવા માટે અનેક મહત્વપૂર્ણ પહેલો કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના વરદ હસ્તે રાજ્યના 8316 જેટલા લાભાર્થીઓને કુલ ₹ 3630.65 કરોડથી વધુના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ઉદ્યોગ કમિશ્નર કચેરી હેઠળની વિવિધ યોજનાઓ અંતર્ગત 8278 લાભાર્થીઓને ₹ 1282.48 કરોડની સહાયનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 28 નવા લાભાર્થીઓને કુલ ₹ 1618.17 કરોડની સહાય મંજૂર કરવામાં આવી હતી.

ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) દ્વારા રાજ્યના ઔદ્યોગિક માળખાને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે ₹ 480 કરોડના ખર્ચે તૈયાર થયેલ 5 પરિયોજનાઓનું ઈ-લોકાર્પણ પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ, રાજ્યના ખનિજ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા કમિશ્નર જીયોલોજી અને માઈનીંગ હેઠળ ₹ 250 કરોડની ખનીજ કિંમતની 5 માઈનીંગ લીઝના મંજૂરીપત્રો પણ ઉદ્યોગ સાહસિકોને એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આત્મનિર્ભર બનવાની દિશામાં મક્કમતાથી આગળ વધી રહ્યું છે. વડાપ્રધાનના ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર વર્લ્ડ’ના વિઝનને સાકાર કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે. ગુજરાત સરકાર ઉદ્યોગોને ક્વોલિટીયુક્ત ઉત્પાદન માટે સતત પ્રોત્સાહન આપી રહી છે અને આ દિશામાં ‘ગુજરાત ગુણવત્તા યાત્રા’ એક મહત્વપૂર્ણ પગલું છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “વિકસિત ગુજરાતના વિઝન સાથે ગઇકાલે ગુજરાત સરકારે ₹ 3.70 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે, જે વડાપ્રધાનના 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”

ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, “ગુજરાતે છેલ્લા 20 વર્ષમાં ઉદ્યોગ ક્ષેત્રે કરેલી પ્રગતિને કારણે આજે ગુજરાત અન્ય રાજ્યો માટે વિકાસનું મોડેલ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત આજે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.”

 ગૃહ અને ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “ગુજરાત સરકાર ઉદ્યોગકારોની પ્રગતિ અને વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે અને ઉદ્યોગ વિભાગ ઉદ્યોગકારોની તકલીફો દૂર કરવા અને તેમને જરૂરી સહાય પૂરી પાડવા માટે કાર્યરત છે.”

 લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ વિશ્વ માતૃભાષા દિવસની શુભકામનાઓ પાઠવીને જણાવ્યું હતું કે, “વડાપ્રધાનના 5 ટ્રિલિયન ઇકોનોમીના લક્ષ્યને પૂર્ણ કરવામાં ઉદ્યોગોનો ફાળો મહત્વપૂર્ણ છે અને ગુજરાત સરકાર ઉદ્યોગોને તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે કટિબદ્ધ છે.”

ગુજરાત ગુણવત્તા યાત્રા 2025 અને GIDCના નવા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન

કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ ‘ગુજરાત ગુણવત્તા યાત્રા’ માટે ખાસ તૈયાર કરાયેલા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના MSME અને અન્ય ઉદ્યોગોને ગુણવત્તાના મહત્વ વિશે જાગૃત કરવાનો છે. આ યાત્રા રાજ્યના 33 જિલ્લાઓમાં 50 દિવસ સુધી ફરશે અને ઉદ્યોગોને ગુણવત્તા સુધારણા માટે માર્ગદર્શન આપશે.

આ ઉપરાંત, મુખ્યમંત્રીએ GIDCના ₹ 480 કરોડના ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં સાણંદ-2 ઔદ્યોગિક વસાહત ખાતે સ્માર્ટ માળખાકીય સુવિધાઓ, પખાજણ ખાતે સ્થાપિત SEZ ઔદ્યોગિક વસાહત માટે ગંદા પાણીના નિકાલ માટે પાઇપલાઇન, પખાજણ ખાતે SEZ ઔદ્યોગિક વસાહત માટે રોડ અને સ્ટ્રીટ લાઇટ, પોરબંદર ઔદ્યોગિક વસાહત ખાતે આંતરમાળખાકીય સુવિધાઓનું નવીનીકરણ અને બનાસકાંઠાના મુડેઠા ખાતે એગ્રો ફૂડ પાર્કનો સમાવેશ થાય છે.

CGTMSE હેઠળ લોન માટે ગેરંટી કવરેજમાં વધારો અને સ્ટાર્ટઅપ એક્ઝિબિશન

ગુજરાત સરકાર અને SIDBI વચ્ચે થયેલા MoUના કારણે CGTMSE હેઠળ મળતી લોનમાં ગેરંટી કવરેજ 75% થી વધીને 90% થી 95% થશે, જેનાથી MSME ક્ષેત્રને મોટો ફાયદો થશે.

કાર્યક્રમ દરમિયાન એક સ્ટાર્ટઅપ એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સ્ટાર્ટઅપ્સે ગ્રીન એનર્જી, કચરા વ્યવસ્થાપન, પર્યાવરણીય ઉકેલો જેવા ક્ષેત્રોમાં તેમના નવીન ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કર્યું હતું. મુખ્યમંત્રીએ આ એક્ઝિબિશનની મુલાકાત લઈને સ્ટાર્ટઅપના માલિકો સાથે સીધી વાતચીત કરી હતી અને તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકામાં ગન પોઈન્ટ પર ગુજરાતીઓ કેમ?Hun To Bolish : હું તો બોલીશ : આરોગ્ય કેન્દ્રોનો ઈલાજ ક્યારે?Sabarkantha News | વડાલીના નાદરી ગામે ક્રુરતાની હદ વટાવતી ઘટના, અજાણ્યા શખ્સોએ ગૌ માતાનું ગળુ કાપી નાંખ્યુંAravalli News: અરવલ્લી જિલ્લાના માલપુરમાં કરુણ ઘટના, વાત્રક નદીમાં ડુબતા ત્રણ સગીરના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO  
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
Embed widget