Diu: દીવમાં અધિકારીઓ અને રાજનેતાઓના જમીન કૌભાંડનો પર્દાફાશ, જાણો વધુ વિગતો
દીવના સરકારી અધિકારીઓ અને રાજનેતાઓના જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે. દીવ કોર્ટના આદેશથી મામલતદારે 3,447 સ્ક્વેર મીટર સરકારી જમીનના કબ્જેદારોને નોટીસ આપી છે.
દીવ: દીવના સરકારી અધિકારીઓ અને રાજનેતાઓના જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે. દીવ કોર્ટના આદેશથી મામલતદારે 3,447 સ્ક્વેર મીટર સરકારી જમીનના કબ્જેદારોને નોટીસ આપી છે. જમીન અને બાંધકામોનો કબ્જો મેળવી મિલકતો ખાલી કરવાનો આદેશ આપ્યો છે. સરકારી જમીન અને બિલ્ડિંગોના કબ્જેદારોએ દીવ સેશન કોર્ટનો સહારો લીધો છે. કોર્ટે એક મહિના બાદ સુનાવણી સુધી યથાસ્થિતિ રાખવા સૂચના આપી છે.
બે ઓટલી ઝાંપાબહાર વિસ્તારની પી.ટી.એસ. નંબર 111/4 વાળી સરકારી જમીન વેણીબેન શામજીને વર્ષ 1979 માં ખેતી કરવા લિજ ઉપર આપી હતી. પરંતુ વેણીબેન શામજીના અવસાન બાદ તેમની બે પુત્રીએ ગેરકાયદે રીતે કોઈ પણ પ્રશાસનિક અધિકારીની મંજુરી વગર સરકારી અધિકારીઓ અને નેતાઓની મિલિ ભગતથી ગિફટ ડિડ કરીને વેચી નાખી હતી. જેની ફરિયાદ આર.ટી.આઈ કાર્યકર્તાએ સરકારને કરી હતી. જો કે શહેરનો સ્માર્ટ સિટીમાં સમાવેશ કરતા સરકારે સર્વેની કામગીરી હાથ ધરી જે બાદ જમીન કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
Ahmedabad : રાજ્યના ઈતિહાસના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કર્યો પર્દાફાશ, રાજકોટના રાકેશ રાજદેવ સામે લૂકઆઉટ નોટિસ
અમદાવાદઃ ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કર્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1400 કરોડના સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. રાજકોટ અને ઉંઝા સર્કિટના બે સટોડિયાઓને પોલીસે ખુલાસો કર્યો હતો. ઉંઝાનો ટોમી પટેલ અને રાજકોટનો રાકેશ રાજદેવ પોલીસના રડાર પર છે. રાકેશ રાજદેવ સહિત બે સામે લૂક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. દુબઇમાં ડમી બેન્ક એકાઉન્ટની પણ પોલીસને વિગતો મળી હતી.
મોબાઇલ પર ખાસ એપ્લિકેશન બનાવી મેચના ભાવ જાહેર કરાય છે. મેચની હાર-જીત અને સેશનના સ્કોર પર સટ્ટો લગાવતો હતો. સટ્ટાકાંડમાં એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી. એક-એક મેચ પર 100થી 500 કરોડના સોદા થતા હતા. બંન્ને સટોડિયા દુબઇના આકાની મારફતે ભાવ બહાર પાડતા હતા. સટ્ટાના હિસાબો ટ્રાન્સફર થતા હોવાનો પણ ખુલાસો થયો છે.ક્રિકેટના મેદાનમાંથી જ બોલતી બોબડી લાઇનથી સટ્ટો રમાતો હતો.
ટી-20, વન-ડે અને લીગ મેચ પર સટ્ટો લગાવવામાં આવતો હતો. કેટલાક અધિકારી સાથે પણ લેવડ-દેવડ થયાની આશંકા પણ છે. રાજકીય નેતાઓ સાથે પણ રાકેશ રાજદેવ સંબંધ ધરાવતો હોવાની આશંકા છે. ગુજરાતના બુકીઓ જાતે જ સોદા બુક કરતા હોવાનો પણ ખુલાસો થયો હતો. સટ્ટાકાંડની રકમ સાત હજાર કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી સંભાવના છે.
રાકેશ રાજદેવ વિરુદ્ધ પણ લુકઆઉટ નોટિસ જાહેર કરાઇ છે. હોંગકોંગ અને નેધરલેન્ડની સ્થાનિક મેચો પર પણ સટ્ટો રમાડાતો હતો. રાકેશ રાજદેવ દુબઇમાં સામ્રાજ્ય જમાવી બેઠો છે.