શોધખોળ કરો
Advertisement
ગુજરાતીના જાણીતા ગાયકનું નિધન, ભાજપના સાંસદ પણ રહ્યા હતા, જાણો વિગત
પાટણના પૂર્વ સાંસદ, ગુજરાતી ફિલ્મના પ્રસિદ્ધ સંગીતકાર મહેશ કનોડીયાનું 83 વર્ષની વયે નિધન થયું છે.
ગાંધીનગર: પાટણના પૂર્વ સાંસદ, ગુજરાતી ફિલ્મના પ્રસિદ્ધ સંગીતકાર મહેશ કનોડીયાનું 83 વર્ષની વયે નિધન થયું છે. મહેશ કનોડિયા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડીયાના મોટા ભાઈ હતા. મહેશ કનોડિયાએ ગાંધીનગરમાં પોતાના નિવાસસ્થાને આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બિમાર હતા. આજે સાંજે સેક્ટર 30 માં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કોરોનાને કારણે બહુ બધા લોકો ભેગા ના થાય એ રીતે અંતિમ ક્રિયા કરવામાં આવશે
મહેશ કનોડિયાના નિધનથી ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેઓ સતત બે ટર્મ સુધી પાટણની બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ વર્ષ 2018માં ડોકટરની પદવીથી નવાજ્યા હતા. તેમને કલા અને સંગીત ક્ષેત્ર સહિત વિવિધ ક્ષેત્રની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડીલીટી ની પદવી અપાઈ હતી.
મહેશ કનોડિયા વિદેશની ધરતી પર સૌપ્રથમ પર્ફોર્મ કરનારા ગુજરાતી કલાકાર હતા. તેઓ 32 અલગ અલગ કલાકારોના અવાજમાં ગાતા હતા. મહેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મો સિવાય ગરબા, લોકસંગીત અને અનેક આલ્બમોમાં પણ સંગીત આપ્યું છે. તેઓએ દેશ -વિદેશમાં અનેક મ્યૂઝિકલ કાર્યક્રમો આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નરેશ કનોડિયા કોરોના વાયરસથી સંક્રમિત થતા સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મહેશ કનોડિયાનો જન્મ મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો હતો. મહેશ કુમારના માતા-પિતા વણાટકામ કરતાં હતાં. મહેશ કનોડિયાના ભાઈ નરેશ કનોડિયાએ નાની ઉંમરમાં જ ભાઈ સાથે સ્ટેજ પર પર્ફોમન્સ આપવાની શરૂઆત કરી હતી.
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ટ્વિટ કરીને લખ્યું, ગુજરાતી ગીત સંગીતના જાણીતા કલાકાર, ગુજરાતના પૂર્વ સાંસદ મહેશકુમાર કનોડિયાના નિધનથી ખૂબ દુઃખ છે. ભગવાન તેમની આત્માને શાંતિ અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે.
गुजराती गीत और संगीत के प्रसिद्ध कलाकार, गुजरात के पूर्व सांसद श्री महेशकुमार कनोडिया के निधन की खबर दुखद है।
भगवान उनकी आत्मा को शांति और उनके परिवार को यह दुख सहने की शक्ति प्रदान करें। ૐ शांति pic.twitter.com/VlggcFZQzg — Amit Chavda (@AmitChavdaINC) October 25, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement