શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

વરસાદ ખેંચાતા ખેડૂત બન્યો ચિંતાતૂર, બનાસકાંઠા જિલ્લામાં માત્ર 25 ટકા જ વરસાદ

વરસાદ ખેંચાતા રાજકોટમાં પાણીનું સંકટ ઉભુ થયુ છે.

બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. સારા વરસાદની આશાએ જિલ્લાના ખેડૂતોએ હોંશે હોંશે વાવેતર કર્યું હતું. પરંતુ અષાઢ મહિનો પૂર્ણ થવા આવ્યો છતાં જિલ્લામાં માત્ર 25 ટકા જ વરસાદ નોંધાતા જગતનો તાત ચિંતિત બન્યો છે. જિલ્લામાં સૌથી ઓછો લાખણી અને થરાદ પંથકમાં માત્ર 7થી 10 ટકા જ વરસાદ વરસ્યો છે. ત્યારે અંહિયાના ખેડૂતોની માગ છે કે ફરી સિંચાઈ માટે પાણી છોડવામાં આવે.

અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લાના ખેડૂતો માટે પાણીની જાહેરાત

વરસાદ ખેંચાતા ખેડૂતો પર ઘેરાયા છે સંકટના વાદળ. ત્યારે રાજ્ય સરકારે સિંચાઈના પાણીને મહત્વની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લાના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાની જાહેરાત કરી છે. આ પાણી અપાશે કડાણા ડેમ અને નર્મદા કેનાલમાંથી છોડવામાં આવશે. ડાંગરના ધરુને બચાવવા સરકાર 6 હજાર ક્યૂસેક પાણી છોડશે. જેમાંથી 3 હજાર ક્યૂસેક પાણી કડાણા ડેમમાંથી છોડાશે. જ્યારે બાકીનું 3 હજાર ક્યૂસેક પાણી નર્મદા કેનાલમાંથી અપાશે. આગામી બે દિવસમાં સિંચાઈ માટે અન્નદાતાને પાણી અપાશે.

રાજકોટમાં પીવાના પાણીની સમસ્યા

વરસાદ ખેંચાતા રાજકોટમાં પાણીનું સંકટ ઉભુ થયુ છે. આજી ડેમમાં 15 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો છે. પ્રથમ વરસાદ પૂર્વે જે રીતે સરકાર પાસે સૌની યોજનાના પાણીની માગણી કરવામાં આવી હતી તે રીતે ફરી 15 ઓગષ્ટ બાદ નવેસરથી પાણી માગવાની સ્થિતિ ઉભી થઇ શકે.

સરકારે આજી અને ન્યારી ડેમમાં તાજેતરમાં સૌનીનું પાણી ઠાલવ્યું હતું. પરંતુ ડેમોમાં આવક શરૂ થતા આ પાણી બંધ કરી દેવાયું. હવે વરસાદ પણ ન આવતા ફરી મહિના પહેલાની સ્થિતિમાં જળાશયો આવી ગયા. આજી ડેમમાં 350 MCFT જળજથ્થો છે. જે 15 સપ્ટેમ્બર સુધી ચાલે તેમ છે. ન્યારી-1 ડેમનો 615 MCFT જથ્થો 15 નવેમ્બર સુધી અને ભાદર-1નો 1 હજાર 576 MCFT જથ્થો જે 30 નવેમ્બર સુધી રાજકોટને કામ આવે તેમ છે. ભાદરમાંથી રોજ 45 MLD, આજી-ન્યારીમાંથી 5-5 MCFT પાણી ઉપાડવામાં આવે છે. રાજકોટમાં રોજ 340 MLDથી વધુ પાણીનું વિતરણ કરવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા

'મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કંઈક તો ગરબડ છે', સંજય રાઉતનો મોટો આરોપ

Maharashtra Election Results 2024: શું મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આ 4 નિવેદનોએ ભાજપનો ભગવો લહેરાવ્યો?

Elections 2024: ઝારખંડ બાદ આ રાજ્યમાં BJP ગઠબંધનને લાગ્યો મોટો ઝટકો, કોંગ્રેસે જીતી લીધી તમામ બેઠકો

ABP Premium

વિડિઓઝ

Maharashtra & Jharkhand Assembly Election Results : કોંગ્રેસની હાર પર રાહુલ ગાંધી પર હર્ષનો કટાક્ષVav Election Result 2024: Gulabsinh Rajput:હાર બાદ ગુલાબસિંહ રાજપૂતનું મોટું નિવેદનAmit Shah Call To Fadanvis : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ અમિત શાહે દેવેન્દ્ર ફડવણીસને કર્યો ફોનVav By Election 2024 : વાવ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોરનો રોમાંચક વિજય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
'મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કંઈક તો ગરબડ છે', સંજય રાઉતનો મોટો આરોપ
'મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કંઈક તો ગરબડ છે', સંજય રાઉતનો મોટો આરોપ
Maharashtra Election Results 2024: શું મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આ 4 નિવેદનોએ ભાજપનો ભગવો લહેરાવ્યો?
Maharashtra Election Results 2024: શું મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આ 4 નિવેદનોએ ભાજપનો ભગવો લહેરાવ્યો?
Elections 2024: ઝારખંડ બાદ આ રાજ્યમાં BJP ગઠબંધનને લાગ્યો મોટો ઝટકો, કોંગ્રેસે જીતી લીધી તમામ બેઠકો
Elections 2024: ઝારખંડ બાદ આ રાજ્યમાં BJP ગઠબંધનને લાગ્યો મોટો ઝટકો, કોંગ્રેસે જીતી લીધી તમામ બેઠકો
Vav By Election: કૉંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું, વાવ બેઠક પર સ્વરુપજી ઠાકોરની આટલા મતે જીત 

Assembly Election 2024 Result Live Updates:  મહારાષ્ટ્રમાં મહાયુતિની બંપર જીત, નવી સરકાર 25 નવેમ્બરે શપથ લેશે

Exclusive: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદન, આગામી CM કોણ? બતાવ્યો આગળનો પ્લાન

Maharashtra Election 2024: આ રણનીતિએ મહારાષ્ટ્રમાં ભાજપને અપાવી પ્રચંડ જીત, આ પાંચ મોટા રહ્યા કારણો

Embed widget