શોધખોળ કરો

Video : ભાવનગરમાં પેટ્રોલ પંપ પાસે બસમાં આગ લાગતા મચી ગઈ નાસભાગ, આગનું કારણ અકબંધ

ભાવનગરના ગારિયાધાર તાલુકામાં ખાનગી બસ સળગી ઊઠીતા નાસભાગ મચી હતી. ગારીયાધારથી પાલીતાણા જતા માર્ગ પર પેટ્રોલ પંપની બાજુમાં કોઈ કારણોસર બસમાં આગ લાગી ગઈ હતી.

ભાવનગરઃ ભાવનગરના ગારિયાધાર તાલુકામાં ખાનગી બસ સળગી ઊઠીતા નાસભાગ મચી હતી. ગારીયાધારથી પાલીતાણા જતા માર્ગ પર પેટ્રોલ પંપની બાજુમાં કોઈ કારણોસર બસમાં આગ લાગી ગઈ હતી. જોકે થોડીવારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને પુરી બસને ઝપેટમાં લીધી હતી. બસમાં આગ લાગી હોવાના બનાવ અંગેની ગારીયાધાર ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ફાઈટરની ટીમ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ઘટનામાં કોઈ જાનહાની નહી.

સુરતમાં વેપારીઓને ભાજપને પાર્ટી ફંડ માટે 1 લાખનો ચેક આપવાનો મેસેજ વાયરલ કરનાર વેપારીની અટકાયત

સુરત :  સુરત ટેક્સટાઇલ માર્કેટ લિઝના રૂપિયા વિવાદ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપને 1 લાખનો ચેક આપવા અંગેનો મેસેજ વાયરલ કરનાર કાપડ વેપારીની અયકાયત કરવામાં આવી છે. સુરત ટેક્સટાઇલ માર્કેટની લિઝ રીન્યુ મામલે ભાજપને એક લાખ અલગથી આપવાના હોવાનો વાયરલ મેસેજ કરાયો હતો. સુરત શહેર ભાજપ પ્રમુખ દ્વારા મેસેજ કરનાર સામે સલાબત પુરા પોલીસમાં અરજી કરી હતી. ભાજપની ફરિયાદ ને પગલે પોલીસે કાપડ વેપારી દિનેશ રાઠોડની કરી અટકાયત.

સુરત ટેક્સ ટાઇલ માર્કેટ લીઝના પૈસાના નામે ભાજપને પાર્ટી ફંડ આપવાના મેસેજથી ખળભળાટ મચ્યો છે. લીઝ માટે આપવાના 5 લાખ માંથી 1 લાખ ભાજપને આપવાની વાત મેસેજમાં કરવામાં આવી છે. જેમાં 4 લાખનો ચેક STM ના નામે અને 1 લાખ ભાજપના નામે આપવાનો તેવું લખાણ લખાયું છે. સુરત ટેક્સ ટાઇલ માર્કેટની જગ્યા લીઝ પર આપવા મુદ્દે અગાઉ પણ વિવાદ થયો છે. 2018 માં લીઝ પુરી થયા બાદ ફરી માર્કેટએ 127 કરોડ પ્રીમિયમ ભરવાનું હતું. જોકે વાયરલ થનાર મેસેજ ખોટો હોવાનું ભાજપ જણાવી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ નો ગંભીર આરોપ છે કે પાલિકાની તિજોરીને નુકસાન કરી રહ્યું છે ભાજપ.

સુરત ટેક્સ ટાઇલ માર્કેટમાં સોસિયલ મીડિયામાં વાયરલ થયું કે ભાજપને એક લાખ અને 4 લાખ માર્કેટને જમા કરવામાં આવે, જ્યારે આ બાબતે ભાજપ પગલાં ભરી શકે છે. સુરતની એસટીએમ માર્કેટના વેપારીઓને મોર્કેટની લીઝ રુન્યુ કરવા માટે મોકલાયયેલા મેસેજમાં બે ચેક લાવવાના અને તેમાં પણ એક લાખનો એક ચેક ભાજપના નામનો લાવવાના મેસેજને પગલે ભારે વિવાદ ઉભો થવા પામ્યો છે.

આ બાબતે સુરત શહેર ભાજપ વિવાદમાં સપડાઇ છે તો જોવું રહ્યું હકીકત શું સામે આવે છે. સુરત ટેકસટાઈલ માર્કેટના મેનેજિંગ કમિટીના સભ્ય અને કાપડ વેપારી દિનેશ કુમાર રાઠોડ દ્વારા હાલમાં જ માર્કેટના 1033 દુકાનદારોને એક મેસેજ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓએ વેપારીઓને અપીલ કરી હતી કે, માર્કેટ લીધ માટે સુરત મહાનગરપાલિકામાં આગામી 5મી માર્ચ પહેલા રકમ જમા કરાવવાની છે અને તે માટે તમામ વેપારીઓએ ચાર લાખનો ચેક સુરત ટેકસટાઈલ માર્કેટના નામે, જયારે એક લાખ રૂપિયાનો ચેક ભારતીય જનતા પાર્ટીના નામે આપવાનો ખુલ્લેખુલ્લો નિર્દેશ અપાયો છે. આ મેસેજને પગલે વેપારીઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે કે, ભાજપને એક લાખ રૂપિયાનો ચેક આપવાનો તે પાર્ટી ફંડ પેટે ફરજિયાત છે કે મરજિયાત છે, તેની કોઈ ચોખવટ આ મેસેજમાં કરવામાં આવી નથી. સુરત ટેકસટાઈલ માર્કેટના કર્તાહર્તા દિનેશ રાઠોડ દ્વારા વધુમાં વેપારીઓને જણાવ્યું છે કે, આ બંને ચેકો તાત્કાલિક માર્કેટ ઓફિસમાં જમા કરવાનના રહેશે અને તેમ છતાં જો કોઈ વેપારીઓને આ અંગે શંકા- કુશંકા હોય તોતેના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકે છે. જો કે સમગ્ર પ્રકરણમાં વિવાદનું કેન્દ્ર બનેલા વેપારી અને એસટીએમના મેનેજીંગ કમિટીના સભ્ય દિનેશ રાઠોડનો સંપર્ક કરવાનો કર્યો હતો તો તેનો ફોનનો રીપ્લાય આવ્યો ન હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખHun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો
AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Embed widget