શોધખોળ કરો

Gir Somnath: પાકિસ્તાની જેલમાંથી મુક્ત થઈને ગુજરાત આવેલા માછીમારોએ એવો ખુલાસો કર્યો કે, તમારા રૂવાડા ઉભા થઈ જશે

ગીર સોમનાથ: પાકિસ્તાન જેલમાંથી હાલમાં જ મુક્ત થઈ ભારતના 198 પેકીના ગુજરાતના 184 માછીમારો માદરે વતન પહોંચ્યા છે. જો કે, હજુ પણ 450થી વધુ માછીમારો પાક જેલમાં કેદ છે.

ગીર સોમનાથ: પાકિસ્તાન જેલમાંથી હાલમાં જ મુક્ત થઈ ભારતના 198 પેકીના ગુજરાતના 184 માછીમારો માદરે વતન પહોંચ્યા છે. જો કે, હજુ પણ 450થી વધુ માછીમારો પાક જેલમાં કેદ છે. પાકિસ્તાનથી મુક્ત થઈ ગીરના કોડીનારના કોટડા ગામે આવેલા માછીમારોએ મોટો ખુલાસ કર્યો છે. તેમનું કહેવું છે કે 199 ભારતીય માછીમારો મુક્ત થવાના હતા જેમાં 185 ગુજરાત ના હતા. પરંતુ આ ગણતરીમાં એક માછીમાર ઓછો થયો જેનું કારણ છે તે પાક કેદમાંથી મુક્ત થાય તે પહેલાં જ જીવ મોતને ભેટ્યો. જેના કારણે તેનું લિસ્ટમાંથી નામ કમી થયું.

મુક્ત થવાના 5 દિવસ પહેલા જ બ્રેન એટેક આવ્યો

કોટડાના સાથી માછીમાર નરસિંગભાઈના જણાવ્યા મુજબ તેમના જ ગામના સાથી માછીમાર મુક્ત થવાના 5 દિવસ પહેલા જ બ્રેન એટેક આવ્યો અને તેમને હોસ્પિટલે ખસેડાયા. તેઓ હોસ્પિટલેથી ફરી જેલ ન આવાયો કે ન તો સાથે ભારત. તેમની પૂછપરછ જેલ સત્તાધીશોને કરતા જાણવા મળ્યું કે તેનું મોત થયુ છે અને હવે તે ભારત નહિ આવી શકે. તેમનો મૃતદેહ અહીંના કાયદા કાનૂન મુજબ થયા બાદ ડેથ બોડી મોકલી આપાશે.

22 માછીમારો જેલની અંદર બીમાર

કોટડા ગામના જ અન્ય એક માછીમાર જે પાકથી મુક્ત થઈ માદરે વતન પહોંચ્યા તે સાગર નામના માછીમારે બીજો મોટો ખુલાસો કર્યો છે. તેમને જણાવ્યું કે 22 માછીમારો જેલની અંદર બીમાર છે જેમાં પેરાલિસિસ અને હૃદય રોગના હુમલા પણ અમુક માછીમારોને આવ્યા છે. આવા બીમાર માછીમારોને ત્યાંની સરકારી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ તેની સાર સંભાળ જેલની અંદરના સાથી માછીમારો  રાખી રહયા છે. પાકિસ્તાનમાં ટોટલ બે ડેડ બોડી છે એક જુલ્ફીકાર કરી ને છે જે ગુજરાત બહારનો વ્યક્તિ છે અને બોર્ડર ક્રોસના ગુનામાં જેલમાં હતો જેનું મોત થયુ અને બીજો અમારા ગામનો સાથી માછીમારનો મૃતદેહ છે.

આ ગામના 23 માછીમારો પાક જેલમાં છે

કોડીનારના કોટડા ગામના 18 માછીમારો મુક્ત થઈ માદરે વતન પહોંચ્યા છે હજુ આ ગામના 23 માછીમારો પાક જેલમાં છે. આ ગામના માછીમાર નેતા બાબુભાઇએ સરકાર સમક્ષ માંગ કરી છે કે તેમના ગામનો માછીમાર પાકિસ્તાનમાં મોતને ભેટ્યો છે એવું જાણવા મળ્યું છે. જેની ડેડ બોડી તત્કાલ ભારત લાવવામાં આવે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી

કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!

Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 

Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા

ABP Premium

વિડિઓઝ

Shani Amavasya 2025 : શનિ મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ, જુઓ અહેવાલVikram Thakor : વિક્રમ ઠાકોરે છેડ્યો વધુ એક વિવાદ , શું આપ્યું સ્ફોટક નિવેદન?Gujarat Weather : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે માવઠું?  હવામાન વિભાગની મોટી આગાહીRajkot Accident Case : રાજકોટ અકસ્માતમાં નબીરાને બચાવવાનો પ્રયાસ?  ડ્રાઇવર બદલી નાંખ્યાનો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ

શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા

Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ

Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા

Embed widget