Devayat Khavad: લોક સાહિત્યકાર દેવાયતની ખવડની વધી મુશ્કેલી, જાણો કોર્ટે શું કહ્યું
Devayat Khavad Case Update: કેસમાં ચાર્જ શીટ ફાઈલ થયા બાદ આરોપી ફરીથી અરજી કરી શકશે એવી કોર્ટે છૂટ આપી છે. દેવાયત ખવડ છેલ્લા 55 દિવસથી જેલમાં બંધ છે.
Devayat Khavad: મયૂરસિંહ રાણા નામના યુવક પર ખૂની હુમલો કરવાના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો થયો છે. લોક સંગીતકાર દેવાયત ખવડની નિયમિત જામીન અરજી હાઇકોર્ટે ફગાવી છે. કેસમાં ચાર્જ શીટ ફાઈલ થયા બાદ આરોપી ફરીથી અરજી કરી શકશે એવી કોર્ટે છૂટ આપી છે. દેવાયત ખવડ છેલ્લા 55 દિવસથી જેલમાં બંધ છે.
પોલીસ સમક્ષ કર્યું હતું સરેન્ડર
રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરાયો હતો. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો નોંધાયો હતો. જેમાં 10 દિવસ ફરાર રહ્યા બાદ દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જે બાદ દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા.
ધ્રાંગધ્રામાં લોક સાહિત્યકાર દેવાયત ખવડની તસવીર સળગાવીને કરાયો હતો વિરોધ
ઘટના બની તેના થોડા દિવસ બાદ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના એંજાર અને કોંઢ ગામે લોક કલાકાર અને સાહિત્યકાર દેવાયત ખવડની તસવીરને સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટમાં ધોળા દિવસે ક્ષત્રિય સમાજના મૂળ કોંઢ ગામના યુવક પર લાકડી વડે દેવાયત ખવડ સહિત અન્ય એક યુવાને જીવલેણ હુમલો કર્યો હતો. યુવક પર હુમલાના વિરોધમાં ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા દેવાયત ખવડની તસવીરને સળગાવવામાં આવી હતી. ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકામાં કોઈપણ જગ્યાએ દેવાયત ખવડનો પ્રોગ્રામ નહિ કરવા દેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે દેવાયત ખવડે હુમલો કરેલો વ્યક્તિ મયુરસિંહ રાણા મૂળ ધ્રાંગધ્રાના કોઢ ગામનો છે.
અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો
અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. જેના કારણે આમ આદમી વધુ એક ફટકો લાગ્યો છે. દૂધના ભાવમાં 3 રૂપિયા સુઘીનો વધારો કરવામાં આવ્યો છે. નવો ભાવ વધારો આજથી જ લાગુ થઈ ગયો છે. કંપનીએ એક નિવેદનમાં માહિતી આપી છે કે ઉત્પાદન અને ખર્ચમાં વધારાને કારણે અમૂલ દૂધની કિંમતમાં વધારો થયો છે. કંપનીએ કહ્યું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચારાની કિંમતમાં 20 ટકાનો વધારો થયો છે. કંપનીએ કહ્યું કે તેના કારણે દૂધની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું કે ઈનપુટ કોસ્ટમાં વધારો થવાથી ખેડૂતોના ભાવમાં ગયા વર્ષની સરખામણીમાં 8-9 ટકાનો વધારો થયો છે.