Gujarat Rain: હવામાન વિભાગની આગાહી, આગામી 24 કલાક હજુ પણ આ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગની આગાહી, આગામી 24 કલાક હજુ પણ આ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહીહવામાન વિભાગે હજું પણ ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે.નવસારી ડાંગ તાપી નર્મદા ભરૂચ આણંદમાં ભારે વરસાદની આગાહી કરી છે.
Gujarat Rain: હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે.નવસારી ડાંગ તાપી નર્મદા ભરૂચ આણંદમાં ભારે વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને મેઘરાજા ઘમરોળી રહ્યાં છે ત્યારે આ સ્થિતિમાં હજુ પણ વધુ વરસાદના સંકેત હવામાન વિભાગે આપ્યા છે. વેલ માર્ક લો પ્રેશર અને સરક્યલેશન ના કારણે આગામી 24 કલાક સૌરાષ્ટ્ર અને ક્ચ્છ અને દક્ષિમ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
નવસારી ડાંગ તાપી નર્મદા ભરૂચ આણંદમાં ભારે વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગે જામનગર દ્વારકા પોરબંદર ગીરસોમનાથ દીવમાં ભારે વરસાદની આગાહી કરી છે. અત્યાસુધીમાં ગુજરાત 229.2 મીમી નોંધાયો છે. અત્યાર સુધીમાં ઝોન પ્રમાણે સિઝનનો કેટલો વરસાદ નોંધાયો જાણીએ.
કચ્છમાં વરસ્યો સિઝનનો સૌથી વધુ વરસાદ
- અત્યાર સુધીમાં કચ્છમાં વરસ્યો સિઝનનો સૌથી વધુ વરસાદ
- અત્યાર સુધીમાં કચ્છમાં સિઝનનો 76.80 ટકા વરસાદ વરસ્યો
- અત્યાર સુધીમાં ઉ.ગુજરાતમાં સિઝનનો 25 ટકા વરસાદ વરસ્યો
- અત્યાર સુધીમાં મધ્ય ગુજરાતમાં સિઝનનો 14.82 ટકા વરસાદ
- અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં સિઝનનો 32.90 ટકા વરસાદ
- અત્યાર સુધીમાં દ.ગુજરાતમાં સિઝનનો 15.86 ટકા વરસાદ
વરસાદ બન્યો વેરી, રાજ્યમાં ભારે વરસાદથી 8 લોકોનાં મોત, 11 ઘાયલ
ગુજરાતમાં રવિવારથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યમાં ભારે વરસાદના પગલે 8 માનવ મૃત્યુ નોંધાયા છે, જ્યારે 11 લોકોને ઈજાઓ થઈ છે. વરસાદમાં વીજળી પડવાથી અને વીજકરંટથી 64 પશુઓના મૃત્યુ થયા છે. પંચમહાલ જિલ્લામાં હાલોલમાં દીવાલ પડવાથી 4 લોકોના, આણંદમાં દિવાલ પડવાથી 2 લોકોના તથા અરવલ્લીના ધનસુરામાં અને જામનગર ગ્રામ્ય પાણીમાં ડૂબી જવાથી 1-1 વ્યક્તિનું મૃત્યુ થયું છે.
ભારે વરસાદથી 106 રસ્તાઓ બંધ
રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ બંધ છે. પંચાયત વિભાગના 106 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. સૌથી વધુ તાપી જિલ્લામાં 57 રસ્તાઓ બંધ છે, જ્યારે નવસારી જિલ્લામાં 22 રસ્તાઓ બંધ છે. સુરત જિલ્લામાં 17 રસ્તાઓ, વલસાડ જિલ્લામાં 7 રસ્તાઓ બંધ છે. ઉપરાંત કચ્છ, બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પંચાયત વિભાગના 1 - 1 રસ્તાઓ વરસાદના પગલે બંધ છે.
24 કલાકમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. સૌથી વધુ જૂનાગઢમાં 11 ઇંચ વરસાદ પડ્યો છે. તાપીના વાલોદ અને સુરતના મહુવામાં પણ છેલ્લા 24 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તાપીના વ્યારા અને કચ્છના અંજારમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સ્ટેટ કન્ટ્રોલરૂમ દ્વારા રાજ્યમાં વરસાદના પગલે તમામ જિલ્લાઓ સાથે સંપર્ક કરાઈ રહ્યો છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial