શોધખોળ કરો

કડકડતી ઠંડીની વચ્ચે રાજ્યમાં આજે આ વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો ચિંતામાં

કમોસમી વરસાદની આગાહીની વચ્ચે રાજ્યમાં ચારેય તરફ ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજુ યથાવત છે.

રાજ્યના ખેડૂતોને ફરી એકવાર માવઠાનો માર સહન કરવો પડે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના લીધે માવઠાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરશે શકે છે. હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતા છે. કમોસમી વરસાદની આગાહીની વચ્ચે રાજ્યમાં ચારેય તરફ ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજુ યથાવત છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. સૌરાષ્ટ્રના કેશોદમાં સૌથી વધુ ઠંડીનો પારો 6.4 ડિગ્રી પર પહોંચી ગયો છે તો નલિયામાં ઠંડીનું તાપમાન 6.4 ડિગ્રી પર પહોંચી ગયુ છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યના સાત શહેરોમાં ઠંડીનો પારો ઠંડીનો પારો 10 ડિગ્રી પર પહોંચ્યો છે. રાજકોટમાં નવ ડિગ્રી, પોરબંદરમાં 8.6 ડિગ્રી, જામનગરમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. દેશની વાત કરીએ તો કશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ફરીથી હિમવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. કશ્મીર અને હિમાચલમાં ભારે હિમવર્ષાથી જનજીવન ખોરવાયુ છે. હવામાન વિભાગની આગાહીની વચ્ચે દિલ્લીમાં 18.6 મી.મી અને હિમાચલમાં 11 મીમી વરસાદ વરસ્યો હતો. તો હિમવર્ષા બાદ અટલ ટનલ નજીક એકનું મોત નિપજ્યુ હતું. જ્યારે 300 લોકોને બચાવાયા હતા. હિમવર્ષાના કારણે કશ્મીરના માર્ગ અને હવાઈ સેવા ખોરવાઈ છે. વરસાદને કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં સરેરાશ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી ગગડવાની શક્યતા છે. દક્ષિણ કશ્મીરના કાઝીગંદમાં નવ ઈંચ સુધી બરફના થર જામ્યા હતા. શ્રીનગર-જમ્મુ હાઈવે પર જવાહર ટનલ નજીક 10 ઈંચ હિમવર્ષા થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે કશ્મીરના અનેક વિસ્તારોમાં તાપમાન માઈનસ 5.9 ડિગ્રીથી લઈને માઈનસ 1.5 ડિગ્રી સુધી નોંધાયુ હતુ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bandipora Army Vehicle Accident: જમ્મુ-કશ્મીરના બાંદીપોરામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 2 જવાન શહીદKheda News : ખેડામાં આચાર્યની નાલાયકીની પરાકાષ્ઠા, ABP Asmitaના સંવાદદાતા પર કર્યો હુમલોHardik Patel : હાર્દિક પટેલનો હુંકાર, 'વિરમગામ જિલ્લો બનશે ને નળકાંઠા તાલુકો, છાતી ઠોકીને કહું છું'Mahisagar Scuffle : લુણાવાડામાં 2 જૂથ વચ્ચે મારામારી, જુઓ શું છે આખો મામલો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
Embed widget