શોધખોળ કરો
દ્વારકાઃ ખંભાળીયા પાસે ખાડામાં ન્હાવા3 બાળકો સહિત આધેડનું ડૂબી જવાથી મોત, ઘટનાસ્થળે ઉમટ્યા ટોળેટોળા
ખાણના ખાડામાં વરસાદી પાણી ભરાયા હોઈ 4 જેટલા મજૂર પરિવારના લોકો ન્હાવા પડ્યા હતા. ખાડામાં ડૂબી જતા 3 બાળકો અને એક આધેડનું મોત થયું છે.
![દ્વારકાઃ ખંભાળીયા પાસે ખાડામાં ન્હાવા3 બાળકો સહિત આધેડનું ડૂબી જવાથી મોત, ઘટનાસ્થળે ઉમટ્યા ટોળેટોળા Four persons drown in ditch at Khambhaliya of dwarka district દ્વારકાઃ ખંભાળીયા પાસે ખાડામાં ન્હાવા3 બાળકો સહિત આધેડનું ડૂબી જવાથી મોત, ઘટનાસ્થળે ઉમટ્યા ટોળેટોળા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/25153911/khambhadiya.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
દ્વારકાઃ ખંભાળીયા પાસે આવેલ ખાણના ખાડામાં ન્હાવા પડેલા 4 લોકોનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. ખંભાળીયા કલેક્ટર કચેરી પાછળ રોડ પર આવેલ ખાણના ખાડામાં વરસાદી પાણી ભરાયા હોઈ 4 જેટલા મજૂર પરિવારના લોકો ન્હાવા પડ્યા હતા. ખાડામાં ડૂબી જતા 3 બાળકો અને એક આધેડનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં આસપાસથી લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
સ્થાનિક લોકો દ્વારા ડિઝાસ્ટર તેમજ ફાયરની ટિમ દ્વારા લાશને બહાર કાઢવામાં આવી છે. ગરીબ પરિવારના 4 લોકોના ડૂબી જવાથી મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જ્યારે શહેરમાં પણ દુઃખનો માહોલ સર્જાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)