શોધખોળ કરો

Banaskantha: લ્યો બોલો! બનાસકાંઠામાં જીવીત વ્યક્તિને મૃત જાહેર કરી પાડ્યો લાખોનો ખેલ

બનાસકાંઠા:  કાંકરેજના કસરામાં હયાત વ્યક્તિને મૃત બતાવ્યાની ઘટના સામે આવી છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના હેઠળ ઇન્સ્યોરન્સ પાસ કરાવવા રમેશજી ઠાકોર નામના વ્યક્તિને મૃત બતાવવામાં આવ્યા હતા.

બનાસકાંઠા:  કાંકરેજના કસરામાં હયાત વ્યક્તિને મૃત બતાવ્યાની ઘટના સામે આવી છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના હેઠળ ઇન્સ્યોરન્સ પાસ કરાવવા રમેશજી ઠાકોર નામના વ્યક્તિને મૃત બતાવવામાં આવ્યા હતા. મજુરી કામ કરતા વ્યક્તિનું ડેથ સર્ટીફીકેટ લાવી બે લાખ મંજૂર કરાવ્યા હોવાનું સામે આવ્યું છે. મરણના ખોટા ડોક્યુમેન્ટ બતાવી આરોપીઓએ વારસદાર બની ખોટી સહી કર્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે પરિવાર સાથે ફ્રોડ કરનાર એક શખ્સની અટકાયત કરી અન્યની શોધખોળ હાથ ધરી છે. જયંતિ ઠાકોર અને કરમશી દેસાઈ વિરુદ્ધ શિહોરી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

44 ડિગ્રી તાપમાન વચ્ચે ટ્રાફિકની જવાબદારી સંભાળી રહ્યા છે ગુજરાત પોલીસના જવાનો

ગુજરાતમાં હાલ આકાશમાંથી જાણે અગન વર્ષા થતી હોય તેવી પરિસ્થિતિ છે. બપોરના 11 વાગ્યા બાદ ગરમીનો પારો 40 ને વટીને સતત વધતો જાય છે ત્યારે પોલીસ જવાનો 42 થી 44 ડીગ્રી તાપમાનમાં પણ પોતાની ફરજ બજાવતા હોય છે.

સૌ પ્રથમ વાત કરીએ તો બોટાદની તો અહીં શહેર તેમજ જિલ્લાના ટ્રાફિક જવાનો, ટીઆરબી તેમજ હોમ ગાર્ડના જવાનો હાલમાં 42 ડીગ્રી તાપમાન વચ્ચે પણ પોતાની ફરજ બજાવતા હોય છે. ત્યારે બોટાદ શહેરના હવેલી ચોક ખાતે હાલ બોટાદ શહેરના ટ્રાફિક પોલીસ જવાનો તેમજ ટ્રાફિક ઈન્ચાર્જ પી.એસ.આઈ. સહિતનો સ્ટાફ ટ્રાફિક નિયંત્રણની કામગીરી કરતા જોવા મળ્યા હતા. ટ્રાફિક પોલીસ દ્રારા શહેરમાં સતત વાહનો પસાર થતા હોય છે જે ગમે ત્યાં પાર્કિંગ તેમજ લોકો વન વે પાર્કિંગમાં નિયમ ભંગ ન કરે અને અન્ય વાહન ચાલકોને તકલીફ ન પડે તેને લઈ ટ્રાફિક પોલીસ દ્રારા કામગીરી કરવામાં આવી રહી છે. માત્ર પોલીસના જવાનો નહિ પણ ટી.આર.બી. તેમજ હોમ ગાર્ડના જવાનો પણ પોલીસની આ કામગીરીમાં ધોમધખતા તાપમાં પણ પોતાની ફરજ પર કામ કરી રહ્યા છે.

આ બાબતે ટ્રાફિક પોલીસના ઈન્ચાર્જ દ્રારા જણાવવામાં આવેલ કે, વર્ષ દરમ્યાન શિયાળો હોય ચોમાશું હોય કે ઉનાળો હોય ફરજ પર કામ કરવું પડે તેના ભાગ રૂપે અમે કામ કરી રહ્યા છીએ અને કોઈ કુદરતી આફત હોય વાવાજોડું હોય અમે કામ કરતા હોય છે.  હાલ ખૂબ ગરમી હોય તેમ છતાં અમે કામ કરીએ છીએ અને આ તાપથી બચવા ઠંડા પાણી, શરબત સહિતનો સહારો પણ લેવો પડતો હોય અને લોકોને પણ એ.બી.પી. ના માધ્યમ થી અપીલ કરીએ છીએ કે જો, કામ ન હોય તો બપોરના સમયે સિનિયર સીટીઝન અને બાળકોને બહાર ન નીકળવું જોઈએ.  હાલ તો ગરમી વચ્ચે બહાર નીકળવું પણ ખૂબ કઠિન છે ત્યારે પોતાની ફરજ સમજી કામ કરતા ટ્રાફિક પોલીસની કામગીરીને સો સો સલામ.

તો બીજી તરફ અમરેલી જિલ્લામાં ગરમીનો પારો ઊંચકાયો છે. 44 ડિગ્રી તાપમાન નોંધાય છે ત્યારે ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવતા પોલીસ જવાનો ભર ઉનાળે કાળજાળ ગરમી વચ્ચે ખડેપગે પોતાની ફરજ બજાવી રહ્યા છે. જિલ્લાભરમાં તાપમાનનો પારો ઊંચકાયો છે અગન વર્ષા થતી હોય તે પ્રકારની કાળજાળ ગરમી પડી રહી છે. લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે પોલીસ જવાન ખડેપગે પોતાની ડ્યુટી બજાવી રહ્યા છે. લોકોને અગવડતા ટ્રાફિકની નો પડે તે માટે ધોમ ધખતા તાપ ટ્રાફિક પોઇન્ટ ઉપર ફરજ બજાવી રહ્યા છે.

 ફરજની સાથો સાથ સેવાકીય પ્રવૃત્તિ પણ કરી રહ્યા છે. ભર ઉનાળે લોકો પાણી અને ઠંડા પીણા લઈને ગરમીથી રાહત મેળવી રહ્યા છે ત્યારે સાવરકુંડલાના બસ સ્ટેન્ડ પોઈન્ટ વિસ્તારમાં પોલીસ પરિવાર દ્વારા પોલીસ ચોકીની બાજુમાં એક મોટો પાણીનો પરબ બનાવવામાં આવ્યો હતો. પશુ પંખીઓ માટે પાણીની કુંડી મૂકવામાં આવી હતી. થોડા દિવસ પહેલા શહેરમાં ડીમોલેશન આવતા પોલીસ ચોકી અને પાણીનો પરબ કાઢી નાખવામાં આવેલ. હાલ ટ્રાફિક પોઇન્ટ ઉપર માટીની નાન રાહદારીઓ માટે રાખવામાં આવી છે કાયમને માટે આ ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવતા પોલીસ જવાન દ્વારા ભરવામાં આવી રહી છે. બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી પસાર થતા લોકો કાળજાળ ગરમીમાં પાણી પીને ગરમીથી રાહત મેળવી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના લોકો તૈયાર રહેજો: આ 5 દિવસ વરસાદ ત્રાટકશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના લોકો તૈયાર રહેજો: આ 5 દિવસ વરસાદ ત્રાટકશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ પર મોદી સરકારની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ પર મોદી સરકારની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું?
ગુજરાત લોકરક્ષક ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર: 120.50 માર્ક્સે અટક્યું જનરલ પુરુષોનું કટ-ઓફ
ગુજરાત લોકરક્ષક ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર: 120.50 માર્ક્સે અટક્યું જનરલ પુરુષોનું કટ-ઓફ
તહેવાર ટાણે જ મોદી સરકારે ફેરિયાઓ, લારીવાળા અને નાના દુકાનદારોને આપી મોટી ભેટ, જાણો શું કરી મોટી જાહેરાત
તહેવાર ટાણે જ મોદી સરકારે ફેરિયાઓ, લારીવાળા અને નાના દુકાનદારોને આપી મોટી ભેટ, જાણો શું કરી મોટી જાહેરાત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોમનવેલ્થ ગેમ આપણા આંગણે
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપમાં ભારે કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલું ટકશે ટ્રમ્પનું તિકડમ?
Bhupendrasinh Zala:  મહાકૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જેલમાંથી છૂટ્યા બાદ સમર્થકો સાથે કરી બેઠક
Sardar Sarovar Dam : ઉપરવાસમાં સારા વરસાદને પગલે સરદાર સરોવર ડેમ 90 ટકા ભરાયો, ડેમ હાઈ એલર્ટ પર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના લોકો તૈયાર રહેજો: આ 5 દિવસ વરસાદ ત્રાટકશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના લોકો તૈયાર રહેજો: આ 5 દિવસ વરસાદ ત્રાટકશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ પર મોદી સરકારની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ પર મોદી સરકારની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું?
ગુજરાત લોકરક્ષક ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર: 120.50 માર્ક્સે અટક્યું જનરલ પુરુષોનું કટ-ઓફ
ગુજરાત લોકરક્ષક ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર: 120.50 માર્ક્સે અટક્યું જનરલ પુરુષોનું કટ-ઓફ
તહેવાર ટાણે જ મોદી સરકારે ફેરિયાઓ, લારીવાળા અને નાના દુકાનદારોને આપી મોટી ભેટ, જાણો શું કરી મોટી જાહેરાત
તહેવાર ટાણે જ મોદી સરકારે ફેરિયાઓ, લારીવાળા અને નાના દુકાનદારોને આપી મોટી ભેટ, જાણો શું કરી મોટી જાહેરાત
મંત્રીમંડળે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ભારતની દાવેદારીને આપી મંજૂરી, યજમાન શહેર બનશે અમદાવાદ
મંત્રીમંડળે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ભારતની દાવેદારીને આપી મંજૂરી, યજમાન શહેર બનશે અમદાવાદ
'બિઝનેસ ચાલુ રહેશે, પણ...', ટ્રમ્પના ટેરિફ પર RSS પ્રમુખ મોહન ભાગવતે આપી પહેલી પ્રતિક્રિયા
'બિઝનેસ ચાલુ રહેશે, પણ...', ટ્રમ્પના ટેરિફ પર RSS પ્રમુખ મોહન ભાગવતે આપી પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain: મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
શું તમે નોકરી બદલતાની સાથે જ PF ના પૈસા ઉપાડી લો છો, જાણો તેનાથી કેટલું થાય છે નુકસાન?
શું તમે નોકરી બદલતાની સાથે જ PF ના પૈસા ઉપાડી લો છો, જાણો તેનાથી કેટલું થાય છે નુકસાન?
Embed widget