શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મનફાવે તેમ ફી ઉઘરાવતી 29 કોલેજો વિરુદ્ધ FRCની કાર્યવાહી, આ કોલેજને ફટકાર્યો 3 કરોડનો દંડ
ફિ નિયમન સમિતિએ 2074 વિદ્યાર્થીઓની ફરિયાદને ધ્યાનમાં રાખીને જુદી જુદી કોલેજો દ્વારા લેવામાં આવેલી ડિપોઝીટની રકમ પરત કરાવી છે
ગાંધીનગરઃ રાજ્યની એન્જિનિયરિંગ કોલેજની ફી નિર્ધારણ સમિતિએ (FRC) નક્કી કરેલી ફી કરતા વધારે ફી લેતી કોલેજો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. રાજ્યની અલગ યુનિવર્સિટી સાથે જોડાયેલી એન્જિનિયરિંગ કોલેજો અને તેની સાથે જોડાયેલ ફાર્માસી, આર્કિટેક્ચર, ડિપ્લોમા, મેનેજમેન્ટ બ્રાન્ચ પાસેથી નક્કી કરાયેલ મર્યાદાથી વધારે ફી લેવા બાબતે 29 કોલેજોને 93 હજારથી લઈ 20 લાખ રૂપિયા સુધીનો દંડ કર્યો છે.આ દંડ અંતર્ગત વાઘોડિયાની પારૂલ યુનિવર્સિટીની વિવિધ શાખાઓને મળીને સૌથી વધુ રૂપિયા 3 કરોડનો દંડ કરાયો છે.
તે સિવાય આલ્ફા કોલેજ ઓફ એન્જીની અલગ અલગ બ્રાંચની કોલેજોને 40 લાખનો દંડ, એપોલો ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જીનિયરિંગ એન્ડ ટેકનોલોજીને 20 લાખનો દંડ, ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટને 24.68 લાખનો દંડ, એન જી પટેલ પોલિટેકનીક કોલેજને 11.52 લાખનો દંડ, ઇન્દ્રશીલ ઇન્સ્ટીટ્યુટને 13.30 લાખનો દંડ ,આર એન જી પટેલ ઇન્સ્ટિટ્યૂટને 8.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ફિ નિયમન સમિતિએ 2074 વિદ્યાર્થીઓની ફરિયાદને ધ્યાનમાં રાખીને જુદી જુદી કોલેજો દ્વારા લેવામાં આવેલી ડિપોઝીટની રકમ પરત કરાવી છે. FRCએ આ સંદર્ભે કુલ રૂપિયા 1 કરોડ 19 લાખની રકમ 9 સંસ્થાઓ પાસેથી પરત અપાવી છે. ઉલ્લેખનીય છે કે સમિતિ દ્વારા નક્કી કરાયેલી ફી ઉપરાંત યુનિવર્સિટીની ભરવા પાત્ર ફી સિવાય અન્ય કોઈપણ ફી કે ડીપોઝીટ સંસ્થા વિદ્યાર્થીઓ પાસે થી વસૂલ કરી શકે નહી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion